ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે પત્ની સાથે છૂટાછેડા બાબતે બોલાચાલી થતાં આધેડે ઝેરી દવા ગટગટાવી


SHARE













મોરબીના ઘૂટું ગામે પત્ની સાથે છૂટાછેડા બાબતે બોલાચાલી થતાં આધેડે ઝેરી દવા ગટગટાવી

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા વૃદ્ધને તેના પત્ની સાથે છૂટાછેડા કરવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં માર્કેટયાર્ડ નજીક જસાપર ચોકડી પાસે રહેતા અને હાલ મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા મોરી ધનજીભાઈ વિરજીભાઈ (60) નામના વૃદ્ધે ઘૂટું ગામે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, વૃદ્ધને તેઓના પત્ની સાથે છૂટાછેડા કરવા બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતે તેને લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી. તેવું તેને જણાવ્યુ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા ડાભી દિલીપભાઈ દેવકરણભાઈ (25) નામના યુવાનને મોરબીના ગાંધીચોક પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે વિરાટ પાંવભાજી નજીક મારા મારીનો બનાવ બન્યો હતો તે બનાવવામાં રમેશભાઈ રામચરણ પંડિત (25) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો પરમાર પ્રવીણભાઈ બચુભાઈ (27) નામનો યુવાન બાઇક લઈને સોસાયટીના નાકા પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News