મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી નજીક કારખાનામાં રોડ ઉપર પડી જતાં ઇજા પામેલા આધેડનું મોત


SHARE









મોરબીના ટિંબડી નજીક કારખાનામાં રોડ ઉપર પડી જતાં ઇજા પામેલા આધેડનું મોત

મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયાથી પીપળી તરફ જવાના રસ્તા ઉપર આવેલ કારખાનાના રોડ ઉપર અકસ્માતે પડી જવાના કારણે આધેડને ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી તેના બોડીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયાથી પીપળી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ શિવમ બ્લેકરો નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વેરસીંગ ધનાજયા કનોજે (52) નામના આધેડ કારખાનામાં રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે અકસ્માતે પડી જતા તેઓનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

બાઈક સ્લીપ

મોરબીમાં રહેતો રિતેશ પ્રવીણભાઈ ચૌહાણ (36)  નામનો યુવાન બાઇક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને યુવાનને ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો

ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા પરસોત્તમભાઈ નારણભાઈ ચાવડા (60) નામના વૃદ્ધને મોરબીના દલવાડી સર્કલ પાસે હતા ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News