મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

લુખ્ખાઓ બેખૌફ..? : મોરબીમાં પ્રેમિકાનો પીછો કરતા શખ્સને ટપારતા યુવાન ઉપર બે ઇસમો દ્વારા છરી વડે હુમલો


SHARE













લુખ્ખાઓ બેખૌફ..? : મોરબીમાં પ્રેમિકાનો પીછો કરતા શખ્સને ટપારતા યુવાન ઉપર બે ઇસમો દ્વારા છરી વડે હુમલો

મોરબીના સિપાઈવાસ વિસ્તારમાં રાત્રિના છરી વડે હુમલો કરવાનો બનાવ બન્યો હતો.જેમાં પ્રેમિકાનો પીછો કરતા શખ્સને યુવાને ટપાર્યો હતો અને તે વાતનો રોષ રાખીને યુવાન ઉપર બે ઇસમો દ્વારા માર મારીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.સારવાર બાદ યુવાને ફરિયાદ નોંધાવતા હાલ એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે આવેલ કબીર ટેકરી વિસ્તારમાં શેરી નંબર-2 માં રહેતા રેહાન આરીફભાઇ અજમેરી નામના 18 વર્ષના યુવાન ઉપર સિપાઈવાસ વિસ્તારમાં આવેલ ખોજા ચપ્પલ વાળાની દુકાને ગઈ તા.27 ના રાત્રીના 9 વાગ્યાના અરસામાં બે શખ્સો દ્વારા બોલાચાલી ઝઘડો કર્યા બાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.તે દરમિયાનમાં એક શખ્સે રેહાન અજમેરીને પેટના ભાગે છરી મારી દીધી હતી.જેથી ઇજાગ્રસ્ત રેહાનને સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.ઉપરોક્ત બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તપાસ માટે પહોંચી હતી.જેમાં સારવાર લીધા બાદ ભોગ બનનાર રેહાન આરીફભાઈ અજમેરી નામના યુવાને મહેમુદ અબ્દુલ ઘાંચી રહે.મકરાણી વાસ તેમજ ધવલ રાવલ રહે. ભવાની ચોક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતે આરઝુ નામની છોકરીની સાથે પ્રેમ સંબંધમાં હોય અને ઉપરોક્ત પૈકીનો મહેમુદ આરઝુનો પીછો કરતો હોય જેથી બે-ત્રણ દિવસ પહેલા તેણે મહેમુદને આરઝુનો પીછો કરવાની ના પાડી હતી અને ત્યારે સામાન્ય બોલાચાલી થઈ હતી.તે જૂની વાતનો રોષ રાખીને પોતે જ્યારે પોતાના મિત્ર અનીષની સાથે મોરબીના સિપાઇ વાસ વિસ્તારમાં ખોજા ચપ્પલ વાળાની દુકાન પાસે બેઠો હતો.ત્યારે રાત્રિના નવેક વાગ્યે ઉપરોક્ત મહેમુદ અને ધવલ બાઇકમાં તેઓની પાસે આવ્યા હતા અને ત્યારે જુની બોલાચાલીના મુદ્દે બોલાચાલી ઝઘડો કરીને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો અને બાદમાં ધવલ રાવલ નામના ઇસમે ફરિયાદી રેહાનને પેટના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.હાલ રેહાન અજમેરીની ઉપરોક્ત ફરિયાદ આધારે મહેમુદ ઘાંચી અને ધવલ રાવલની સામે ઉપરોક્ત બનાવ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.જેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે મોરબીમાં છેલ્લા દિવસોમાં પોલીસની જાણે કોઈ પકડ જ ન હોય તે રીતે ગંભીર મારામારીના બનાવો બની રહ્યા છે.થોડા દિવસો પહેલા રામચોક વિસ્તારમાં વેપારીને દુકાનમાંથી બહાર ઘસડી જઈને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ત્રણેક દિવસ પહેલા મોરબીની મેઇન પોસ્ટ ઓફિસની પાછળ દુકાન પાસે વાહન અથડાવાના બનાવમાં વેપારી અને તેના પુત્ર ઉપર છરી-પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત અનેક મારામારીના બનાવો મોરબી સીટી વિસ્તારમાં બની રહ્યા હોય મોરબીમાં પોલીસની ધાક ઓસરી રહી છે.જે લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

વેપારી અને તેના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં વધુ એકની ધરપકડ

મોરબીની મેઇન પોસ્ટ ઓફિસની પાછળ આવેલ દુકાને આવેલ ગ્રાહકનું વાહન દુકાન પાસે પડ્યું હોય અને તેના વાહન સાથે અન્ય વાહન અથડાયું હતું.જેથી દુકાનદાર દ્વારા એક શખ્સને ટપારવામાં આવ્યો હતો.જે બાબતનો રોષ રાખીને છ હુમલાખોરો દ્વારા છરી-પાઇપ જેવા હથિયારો વડે દુકાનદાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને દુકાનદારને પાઇપ વડે માર માર્યો હતો અને જે દરમિયાનમાં દુકાનદારના પુત્રની આંગડિમાં પણ બટકુ ભરી લેવામાં આવ્યું હતું.જેથી કરીને ભોગ બનેલ વેપારી દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે પૈકીના પાંચ હુમલાખોરોની ધરપકડ કરીને પાંચેયને જેલ હવાલે કરવામાં આવ્યા છે.દરમિયાનમાં એક હુમલાખોર પકડવાનો બાકી હોય એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ કરકર દ્વારા ઉપરોક્ત ગુનામાં ગુલામભાઈ જુસબભાઈ ખોલેરા જાતે મેમણ (ઉંમર 72) રહે. ફૂલગલી ખાટકીવાસ પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.

ઉંચી માંડલ ગામ પાસે મારામારી

મોરબી તાલુકાના હળવદ રોડ ઉપર આવેલા ઉંચી માંડલ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા રવિભાઇ દેવાયતભાઈ ધાંધલ (46) રહે.થાનગઢ સુરેન્દ્રનગર વાળાને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં સારવાર બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News