ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી


SHARE













મોરબીમાં ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે પાર્કિંગમાં યુવાને તેનું બાઈકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી છે જેથી કરીને યુવાન દ્વારા હાલમાં બાઈક ચોરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અનંતનગર સોસાયટી બ્લોક નં- 59 માં રહેતા મનોજભાઈ મોહનભાઈ કંઝારીયા જાતે સતવારા (44)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ ત્રિકોણબાગ પાસે બેન્કની સામે પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 3 એફજે 4186 પાર્ક કરીને મૂક્યું હતું જે 40,000 ની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી પોલીસે અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મારા મારીમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રામભાઈ મનજીભાઈ પરમાર અને મનીષાબેન પરમારને ઘરે ઘરવાળાઓએ માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથના ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે.






Latest News