મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા


SHARE









મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત સાત જુગારી ઝડપાયા

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ મળીને સાત જુગારીઓ ઝડપાયા હતા જેથી પોલીસે તેઓની પાસેથી રોકડ રકમ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ગોપાલભાઇ પ્રાગજીભાઇ સોલંકી જાતે ખવાસ રાજપુત (72) રહે. ત્રીજી પાર્ક વાવડી રોડ મોરબી, વિવેકભાઈ ઉમેશભાઈ સોલંકી જાતે ખવાસ રજપુત (30) રહે. સમજુબા સ્કૂલ વાળી શેરી નાની વાવડી મોરબી, જયશ્રીબેન પ્રવીણભાઈ વરાણીયા જાતે કોળી (35) રહે. ત્રાજપર બેંક વાળી શેરી મોરબી, હંસાબેન કેશાભાઈ વરાણીયા જાતે કોળી (40) રહે ત્રાજપર ચોરા વાળી શેરી મોરબી અને શારદાબેન કાંતિલાલ પાડલીયા જાતે કોળી (43) રહે સિલ્વર સોસાયટી જુના ઘૂટું રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 10,700 ની રોકડ સ્થળ ઉપરથી કબજે કરી હતી. આવી જ રીતે જુગારની બીજી રેડ ત્રાજપર વિસ્તારમાં અવેળા પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાં જાહેરમાં સ્થળ ઉપર જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા હોય પોલીસે સંજયભાઈ ઉર્ફે ચનો સવજીભાઈ કુંવરિયા જાતે કોળી (30) રહે ત્રાજપર મોરબી અને ફિરોજભાઈ ઇસ્માઈલભાઈ બલોચ જાતે મકરાણી (36) રહે. નકલંગ કારખાનામાં મકનસર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 1,270 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારના બે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ અજંતા કારખાના પાસે પોલીપેકના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજવીર વ્રજપાલ (27) રહે. અજંતા ક્લોક પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી.




Latest News