મોરબીના શનાળા રોડે ભાઈના જન્મદિવસે જાહેરમાં ફટાકડા ફોડતા યુવાનના સીન વિખીનાખ્યા માળીયા (મી)ના અંજીયાસર ગામે પતિની હત્યા કરનાર પત્ની-સાળો જેલ હવાલે: દીકરો રિમાન્ડ ઉપર મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાં નકલી ઇંગ્લિશ દારૂની મિનિ ફેકટરી ચલાવતા બે સગા ભાઈના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર મોરબી સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં મહિલાને શુદ્ધ ઘી ના ડ્રાયફુટયુક્ત શીરાની વિતરણ મોરબીમાં પત્નીનાઅંતિમ પગલાં બાદ બાદ સિરામિક રોમટિરિયલ્સના ધંધાર્થીએ નર્મદાની કેનાલમાં ઝંપલાવીને જીવન ટુકાવ્યું વાંકાનેરના દેરાળા ગામે પ્રેમિકાના મંગેતરને પ્રેમસબંધની વાત કરનારા યુવાનને પ્રેમિકાના સસરા સહિત ચાર શખ્સોએ માર માર્યો મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મનો ખાર રાખીને યુવાન ઉપર તલવાર વડે હુમલો, આંગળી કપાઈ ગઈ: દંપતિ સામે ફરિયાદ મોરબીમાં એસીનું પાણી ઘરમાં પડતું હોવાનો ખાર રાખીને યુવાનને સાત શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરના જથ્થા સાથે એકની ધરપકડ


SHARE









ટંકારાના નેસડા (સુ) નજીક વાડીની ઓરડીમાં દારૂ-બીયરના જથ્થા સાથે એકની ધરપકડ

ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તા ઉપર આવેલ વાડીની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 38 બોટલો તેમજ બિયરના 42 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનાં નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે આવેલ જગદીશભાઈ રાજકોટિયાની વાડીએ ઓરડીમાં દારૂ બિયરનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 38 બોટલો તેમજ બિયરના 42 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને 8,000 ની કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી કમલસિંહ નગરસિંહ માવી જાતે આદિવાસી (19) રહે. હાલ નેસડા (સુરજી) જગદીશભાઈની વાડીએ ટંકારા મૂળ રહે મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂ બિયરનો જથ્થો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે

ફિનાઇલ પી લેતા સારવારમાં

ટંકારામાં રહેતા જીલાની રસીદભાઈ સંધિ (22) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરતા વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરી છે.




Latest News