મોરબી જિલ્લામાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પાનેસરા પ્રિયાંશી B.Sc. Sem-4 માં પ્રથમ
ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓએ વૃક્ષારોપણ કર્યું
SHARE
ટંકારાના ભૂતકોટડા ગામે સ્વર્ગીય શિક્ષક પિતાના જન્મદિવસને શિક્ષક દીકરીઓેએ વૃક્ષારોપણ કર્યું
ભુતકોટડા ગામની પ્રા.શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાએ તેમના સ્વ. પપ્પા મનસુખલાલ તુલસીદાસ સાંચલાનો જન્મદિવસ હોય, તેમની યાદમાં શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું આ માટે શાળામાં ઔષધીય રોપા તેમજ ફૂલછોડના આશરે 50 જેટલા રોપાનું શાળાના આચાર્ય હસમુખભાઈ પરમાર તેમજ સ્ટાફ મિત્રો અને બાળકોના સહયોગથી રોપણ કરાવ્યું હતું. સાથોસાથ 'એક બાળ એક ઝાડ' અંતર્ગત ભુતકોટડા ગામમાં જેમની ઘરે દીકરી કે દીકરાનો જન્મ થાય તેમના નામનું એક વૃક્ષ વાવવાનું નક્કી કર્યું હતું. ગીતાબેનના પપ્પા તેમના વતન સરપદડમાં શિક્ષક હતા. તેમના જીવનકાળ દરમ્યાન બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે અથાગ પરિશ્રમ કર્યો હતો. તેમની પાંચેય દીકરીઓ આજે સરકારી ક્ષેત્ર માં અલગ અલગ જગ્યાએ તેમના પગલે ચાલી બાળકો માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે.આજે તેમના સ્વર્ગીય શિક્ષક પપ્પા નો જન્મદિવસ પાંચેય દીકરીઓ એ વૃક્ષારોપણ કરી અલગ રીતે ઉજવણી કરી સમાજ ને એક અલગ રાહ ચીંધી છે.