મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડેથી દારૂની બોટલો સાથે કાર ચાલક પકડાયો: 5 લાખથી વધુનો મુદામાલ કબજે


SHARE













મોરબીના નવલખી રોડેથી દારૂની બોટલો સાથે કાર ચાલક પકડાયો: 5 લાખથી વધુનો મુદામાલ કબજે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સ્કૂલની સામેથી પસાર થઈ રહેલ એક્સ યુવી કારને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી. જેથી પોલીસે કાર અને દારૂ મળીને 5,00,600 નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઇન્સ સ્કૂલ પાસેથી રોડ ઉપરથી પસાર થઈ રહેલી એક્સ યુવી કાર નંબર જીજે 1- ડીએન 0316 ને રોકીને ચેક કરવામાં આવી હતી. ત્યારે તે કારમાંથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 600 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ પાંચ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5,00,600 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો. અને આરોપી હસમુખભાઈ ઉર્ફે હિતેશભાઈ રાજાભાઈ મકવાણા જાતે અનુ. જાતિ (34) રહે. અમરાપર (ટોળ) તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરી છે. અને આ શખ્સની ગાડીમાંથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો. તે દિશામાં હવે આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે.

દેશી દારૂ

માળીયા મીયાણાના જેડાવાસમાં રહેતા ફારુક દિલાવર જેડાના રહેણાંક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી ૮૦૦ રૂપિયાની કિંમતનો આથો અને 40 લિટર દેશી દારૂ આમ કુલ મળીને 1600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે આરોપી ફારુકભાઈ દિલાવરભાઇ જેડા જાતે મિયાણા રહે. જેડાવાસ માળિયા મિયાણા વાળો ઘરે હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે






Latest News