સ્ટંટબાજ ઝડપાયો: વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરનારને શોધી કાઢતી પોલીસ
પોલીસની કારિગીરી !: મોરબીમાં ઘરમાંથી 1.72 લાખના મુદામાલની ચોરી, ઘટનાના પાંચ દિવસ બાદ ફરિયાદ માત્ર 1.21 લાખની જ લેવાઈ ?
SHARE






પોલીસની કારિગીરી !: મોરબીમાં ઘરમાંથી 1.72 લાખના મુદામાલની ચોરી, ઘટનાના પાંચ દિવસ બાદ ફરિયાદ માત્ર 1.21 લાખની જ લેવાઈ ?
મોરબીમાં ઇન્દિરાનગર વિસ્તારમાં આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતો યુવાન તેના પરિવારજનો સાથે તેઓના ગામડે માતાજીના માંડવામાં ગયો હતો પાછળથી તેના ઘરને તસ્કરે નિશાન બનાવ્યું હતું. અને ઘરમાંથી સોના અને ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને 1.21 લાખનો મુદામાલ ચોરી કરી ગયા છે તેવી યુવાનની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લેવામાં આવી છે જો કે, ભોગ બનેલા યુવાનના કહેવા મુજબ તેના ઘરમાંથી કુલ મળીને 1.72 લાખથી વધુના મુદામાલની ચોરી થયેલ છે અને પાંચ દિવસથી ધક્કા ખાતા હતા ત્યારે તેની ચોરીની ફરિયાદ લેવામાં આવેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર પાસે ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલા જાતે કોળી (27) એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 28/5/24 ના સવારના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 7:00 વાગ્યા દરમિયાન તેઓના ઘરમાં કોઈપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઘરના દરવાજાના નકુચા તોડીને પ્રવેશ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ તસ્કરે કબાટમાં રાખવામાં આવેલ માલ સમાનને વેરવિખેર કરી નાખીને તેમાં રાખવામા આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ છે જે બનાવમાં હાલમાં પોલીસે 1.21 લાખના મુદામાલની ચોરી થયેલ છે તેવી ભોગ બનેલ યુવાનની ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જો કે, ભોગ બનેલા યુવાન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તા 28 ના રોજ તેઓના વતન ખાખરેચી ગામે માતાજીનો માંડવો હતો જેથી કરીને તે પોતાના પત્ની સહિતના પરિવારજનો સાથે ખાખરેચી ગામે ગયા હતા અને બીજા દિવસે એટલે કે તા 29 ના રોજ વારના 6:30 થી 7:00 વાગ્યામાં તેમના પાડોશીનો તેમને ફોન આવ્યો હતો. કે તેઓના ઘરના દરવાજા ખુલ્લા છે.
જેથી સુખદેવભાઈ તાત્કાલિક મોરબી આવવા નીકળ્યા હતા અને ઘરે આવીને જોયું તો ઘરમાં કબટનો બધો માલસામાન વેરવિખેર પડ્યો હતો. અને ઘરની અંદરથી તસ્કરો સોના ચાંદીને દાગીના અને રોકડ રકમની ચોરી કરી ગયેલ હતા. વધુમાં ફરિયાદી જણાવ્યુ છેકે, આ બનાવની પોલીસને તાત્કાલિક જાણ કરી હતી જો કે, પોલીસે તેઓની સમયસર ફરિયાદ લીધેલ નથી. આટલુજ નહીં પરંતુ તેના ઘરમાંથી જેટલા મુદામાલની ચોરી કરવામાં આવી છે તેવી રકમની ફારીયાદ પણ લેવામાં આવી નથી.
હાલમાં ભોગ બનેલા યુવાનના કહેવા મુજબ તેના ઘરમાં બચત માટે રાખેલા ત્રણ ગલ્લા તોડીને તેમાંથી રોકડા 20 હજારથી વધુ તેમજ અંદાજે દોઢ લાખથી વધુની કિંમતના સોના અને ચાંદીના દાગીના સહિત કુલ 1.72 લાખનો મુદામાલ લઈ ગયેલ છે. જો કે, આ મુજબની ફરિયાદ કેમ લેવામાં આવી નથી ? અને ઘટના બની તેની જાણ કરવામાં આવ્યા બાદ છ દિવસ સુધી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ કેમ લેવામાં આવેલ ન હતી તે પણ તપાસનો વિષય છે.
વરલી જુગાર
મોરબીના લાતી પ્લોટ શેરી નં- 13 માં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત સામે આવી હતી. જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 2700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને આરોપી જાવીદભાઈ મહમદભાઈ શેખ જાતે ફકીર (38) રહે લાતી પ્લોટ શેરી નં- 13 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે


