મોરબીના નવલખી રોડેથી દારૂની બોટલો સાથે કાર ચાલક પકડાયો: 5 લાખથી વધુનો મુદામાલ કબજે
મોરબીમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ બાદ ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપીને ફરી આચર્યું દુષ્કર્મ !
SHARE






મોરબીમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ બાદ ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપીને ફરી આચર્યું દુષ્કર્મ !
મોરબી શહેરી વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલા તેના ઘરે એકલી હતી ત્યારે તેના ઘરે જઈને આરોપીએ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ મહિલાને તેના ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપીને આરોપીએ તેના ઘરે બોલાવી હતી અને ત્યાર બાદ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે દુષ્કર્મ, એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ સોસાયટીમાં રહેતી મહિલાએ હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલ પાસે આવેલ અમૃત પાર્ક સોસાયટીમાં રહેતા સુલતાનભાઇ મુસ્લિમ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 5/6/24 ના રોજ સવારે 9:00 વાગ્યે ફરિયાદી મહિલા તેના ઘરે એકલી હતી ત્યારે તેના ઘરે જઈને આરોપી સુલતાને ફરિયાદીએ ના કહેવા છતાં પણ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ તેના ઘરના સભ્યોને પતાવી દેવાની ધમકી આપીને ફરિયાદી મહિલાને તા 15/6/24 ના સવારે 9:00 વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના ઘરે બોલાવી હતી. અને ત્યાં પણ ફરિયાદી મહિલા સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. જેથી કરીને ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં દુષ્કર્મ એટ્રોસિટીની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર પાસે નવા રેલવે યાર્ડ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પોરબંદરના રહેવાસી મક્તનભાઈ સુલેમાનભાઈ કાટેલીયા (33) નામના યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી


