મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામ પાસે વોકળાના પાણીમાંથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી


SHARE













મોરબીના ભડીયાદ ગામ પાસે વોકળાના પાણીમાંથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી

મોરબીના ભડીયાદ ગામની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલ ઉંડા વોકળાના પાણીમાં ડૂબી ગયેલ હાલમાં કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી જેથી કરીને તેની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને હાલમાં પોલીસે મૃતક યુવાનનું ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક અજાણ્યો ૩૫ થી ૪૦ વર્ષનો યુવાન તા.૫/૭ ના સવારે ૧૦:૩૦ કલાક પહેલા કોઇ સમયે મોરબી તાલુકા ભડીયાદ ગામની સીમમાં મિલેનિયા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલ ઉંડા વોકળાના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે યુવાનની કોહવાયેલ હાલતમાં પાણીમાં તરતી લાશને બહાર કાઢી હતી અને મૃતકના બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને મૃતક અજાણ્યા યુવાનનું ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે. આ મૃતક યુવાનના ગળાના ભાગે કાળો દોરો પહેરેલ છે. અને જમણા કાનની બુટીમાં પીળી ધાતુની કડી પહેરેલ છે., કાળી સફેદ કલરની ચેકસ ડિઝાઇન વાળો શર્ટ અને કાળુ નાઇટ ટ્રેક પહેરેલ છે. હાલમાં પીએમ કરીને ઓળખ સારૂ મોરબીની સરકારી હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાં મૃતકના બોડીને રાખવામા આવેલ છે. અને આ યુવાનની કોઈને ઓળખ હોય અથવા તો તેના વાલી વરસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.વી.સોલંકી (૭૯૯૦૨ ૪૮૪૮2)નો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News