મોરબીમાં રાત્રિ દરમિયાન સગીરાનું અપહરણ: પોકસો, એટ્રોસીટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીની એલ.ઇ. અને અમદાવાદની એલ. ડી. કોલેજનું ૧૦ કરોડના ખર્ચે હેરિટેજ રિસ્ટોરેશન કરાશે મોરબીના રફાળેશ્વર નજીક આવેલ પેપર મીલમાં રહેતો યુવાન એસિડ પી જતાં સારવારમાં મોરબીના જેતપર ગામે અજાણી કાર ચાલકે ધૂળેટી રમતા બાળકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં આજે બે સ્મશાન ગૃહમાં નવી ગેસ આધારિત સ્મશાન ભઠ્ઠી-નવા પ્રાર્થના હોલનું ધારાસભ્ય લોકાર્પણ કરશે મોરબીમાં શ્રી આવાસની મેલડી મંડળ દ્વારા કાલે પ્રથમ સમુહલગ્નનું આયોજન: ૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે  મોરબીના બંધુનગર ગામની શાળાના શિક્ષકે જન્મ દિવસની કરી પ્રેરણાદાયી ઉજવણી ટંકારાના લજાઈ નજીક કોમ્પલેક્ષની છત ઉપરથી દારૂની 192 બોટલ રેઢી મળી !: બુટલેગરની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી  : ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘની રજૂઆત


SHARE











મોરબી  : ગુજરાત રાજ્યમાં સીલીકોસીસ પુનર્વસન નીતી ઘડવા ધારાસભ્ય સમક્ષ સીલીકોસીસ પીડીત સંઘની રજૂઆત

રાષ્ટ્રીય માનવ અધીકાર પંચે ( NHRC ) ૨૦૧૭માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરેલ છે. તા.૨/૭/૨૪ના રોજ સીલીકોસીસ પીડીત સંઘના પ્રતીનીધી મંડળે મોરબી ધારાસભ્ય કાંતીભાઈ અમૃતિયાના કાર્યાલયની મુલાકાત લીધી. અગાઉ તા..૨૪/૪/૨૪ ના રોજ પીડીત સંઘ દ્વારા ધારાસભ્યની મુલાકાત કરી સીલીકોસીસ પીડીતોની પરીસ્થિતિ જણાવી હતી. ત્યારે ચર્ચા થતાં ધારાસભ્ય કાંતીભાઈએ આપણે જણાવ્યું હતું કે જે જે રાજ્યોમાં સીલીકોસીસ પુનર્વસન નીતી હોય તેની વીગત મને આપશો તો હું વીધાંસભામા રજુઆત કરીશ.૨ જુલાઇના રોજ ધારાસભ્યના કાર્યાલયની મુલાકાત લીધી ત્યારે તેઓ હાજર ન હતા પણ તેમના મદદનીશને મળીને રાજસ્થાન, ઝારખંડ, પ.બંગાળ, હરીયાણા રાજ્યની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યના સીલીકોસીસ પીડીતોના પુનઃવસન માટે ઘ્ડેલી નીતીઓની નક્લ સુપરત કરી હતી.મોરબીનો સીરામીક ઉધ્યોગ લાખો લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, સીરામીક ઉધ્યોગમાં અમુક વીભાગોમાં કામ કરનાર કામદારોનેમાથી ફેફસાંના ગંભીર રોગ સીલીકોસીસનું જોખમ રહેલું છે. સીલીકોસીસના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી રહી છે. કેટલાક કામદારો સીલીકોસીસને કારણે નાની વયે મૃત્યુ પામ્યા છે. આ બીમારીથી આજ સુધી ઘણા કામદારો મૃત્યુ પામ્યા છે પણ તેના સત્ત્તાવાર આંકડાં પ્રસાશન પાસે ઉપલબ્ધ નથી.

રાજસ્થાન સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર , હરીયાણા સરકાર , ઝારખંડ સરકાર , છત્તીસગઢ સરકાર સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી બનાવેલ છે અને લાગુ કરેલ છે તેવી રીતે ગુજરાત સરકાર પણ ઘડી અને લાગુ કરે તેવી માગણી ઘણા સમયથી સીલીકોસીસ પીડીતો કરી રહ્યા છે.રાષ્ટ્રીય માનવ અધીકાર પંચ ( NHRC ) દ્વારા ૨૦૧૭માં ગુજરાત સરકારને સીલીકોસીસ પીડીતો માટે પુનર્વસનની નીતી ઘડી લાગુ કરવા ભલામણ કરી હતી અને તેપછી અવાર નવાર પંચ તેનું સ્મરણ સરકારને કરાવે છે. આ ભલામણ સ્વીકારી વહેલી તકે ગુજરાત સરકાર સીલીકોસીસ પીડીતો માટે નીતી બનાવે અને લાગુ કરે જેથી સીલીકોસીસ પીડીતોનું જીવન સહ્ય બને.પોતાના મતવીસ્તારની આ ગંભીર સમસ્યા અંગે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી ગુજરાત સરકાર સીલીકોસીસ પુનઃવસન નીતી બનાવે તે માટે પોતાની વગ અને વજન વાપરે તેવી માગણી સંઘ કરે છે.







Latest News