મોરબી વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા
SHARE






મોરબી વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો નેશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા
તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત વાડોકાઈ કરાટે એસોસિએશન દ્વારા નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભારતના અનેક રાજ્યો જેવા કે, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેમાંથી અંદાજે 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં મોરબીની વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ગોહિલ સંસ્કૃતિ તથા પંડિત કલ્પે પણ ભાગ લીધો હતો. અને સંસ્કૃતિએ કરાટે માં પ્રથમ તથા પંડિત કલ્પે બીજો નંબર મેળવેલ છે. અને આ બંને વિદ્યાર્થીઓએ પરિવાર, સ્કૂલ તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ બંને બાળકોએ મેળવેલ સિદ્ધિ બદલ વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના ચેરમેન અશોકભાઈ, પ્રિન્સિપાલ પ્રમોદભાઈ સહિતનાઓએ બંને બાળકોને શુભકામના પાઠવી હતી.


