મોરબીમાં લોનનો હપ્તો ભરવાનો હોય આર્થિક સંકડામણના લીધે યુવાને ઝેરી દવા પીધી
મોરબીમાં રવાપર નજીક સાત મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર નવોઢાએ જીવન ટૂંકાવ્યું : મોત
SHARE









મોરબીમાં રવાપર નજીક સાત મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર નવોઢાએ જીવન ટૂંકાવ્યું : મોત
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે. જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક પરણીતાનો લગ્ન ગાળો સાત માસનો હોય પોલીસે આપઘાતના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ગાયત્રી સ્ટોન નજીક આવેલ સભરાની વાડીમાં રહેતા લલીતાબેન અમરશીભાઈ પરમાર (22) નામની પરણીતાએ ગળાફાંસો ખાઈને ઘરે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક લલીતાબેનએ પ્રેમલગ્ન કર્યા હતા અને સાત મહિના પહેલા તેમના લગ્ન થયા હતા જોકે, આ મહિલાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે. તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
બાઇક સ્લીપ
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરખારીમાં રહેતો અભય દીપકભાઈ વરાણીયા નામનો વ્યક્તિ બાઈક લઈને રામજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રામજી મંદિર નજીક તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
મોરબીના ભરતનગર ગામે રહેતો સુરેશભાઈ વશરામભાઈ પાંચોટિયા (47) નામનો યુવાન પોતાનું બાઈક લઈને ભરતનગર ગામ પાસે આઇટીઆઇ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હરીપરના રસ્તે તેનું બાઈક સ્લીપ થઈ રહ્યું હતું. જેથી અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી
