મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં લોનનો હપ્તો ભરવાનો હોય આર્થિક સંકડામણના લીધે યુવાને ઝેરી દવા પીધી


SHARE













મોરબીમાં લોનનો હપ્તો ભરવાનો હોય આર્થિક સંકડામણના લીધે યુવાને ઝેરી દવા પીધી

મોરબીના શનાળા ગામે રહેતા યુવાને લોન લીધેલ હતી જેનો હપ્તો ભરવાનો હતો જો કે, આર્થિક સંકડામણના લીધે તેને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રહેતો મુકેશ રતિલાલ મનીપરા (41) નામનો યુવાનો કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જેથી તેની સાથે વાત કરતાં તેઓજણાવ્યુ હતી કે, યુવાન ફૂલનો ધંધો કરતો હતો અને તેને લોન લીધેલ હતી જેનો હપ્તો ભરવાનો હતો જો કે, આર્થિક સંકડામણના લીધે તેને આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે તેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બાઇક સ્લીપ

સુરેન્દ્રનગરના બજરંગપુરા વિસ્તારમાં રહેતો વિજય મહેશભાઈ રાવલ (31) નામનો યુવાન મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે શેરી નં-6 માં વિશ્વકર્મા હાર્ડવેર પાસે તેનું બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં તેને ઈજા થતા ઇજા પામેલા યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીક ઉમા મોબાઈલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રઘુવીરસિંગ ભીમસિંગ (45) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને હોસ્પિટલમાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસે લાયન્સનગર નજીક સુલ્તાન પ્યારઅલી જેસાણી (37) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.




Latest News