માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)-ટંકારા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન


SHARE











માળીયા (મી)-ટંકારા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન

મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટનાં સયુંકત ઉપક્રમે તા.૧૧/૭ ને ગુરુવારનાં રોજ માળીયા(મી) તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને તા.૧૨/૭ ને શુક્રવારનાં રોજ ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી વિવિધ પ્રકારના કેન્સરનાં રોગ અંગેનું નીદાન અંગેનો સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્ક્રીનીંગ કેમ્પમાં GCRI અમદાવાદ તથા સૌરાષ્ટ્ર કેન્સર કેરમાંથી વિવિધ કેન્સર રોગના સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો સેવા આપશે. અને જરૂર જણાયે દર્દીઓને આગળની તપાસ કે સારવાર માટે રીફર કરવામાં આવશે. જેથી કરીને મોરબી જીલ્લામાં રહેલા લોકોએ સ્ક્રીનીંગ કેમ્પનો લાભ લેવા માટે અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.








Latest News