માળીયા (મી)-ટંકારા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કેન્સર સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
મોરબીના ભડિયાદ પાસે પાણીમાં ડૂબેલ હાલતમાં મળી આવેલ વ્યક્તિની ઓળખ માટે તજવીજ
SHARE









મોરબીના ભડિયાદ પાસે પાણીમાં ડૂબેલ હાલતમાં મળી આવેલ વ્યક્તિની ઓળખ માટે તજવીજ
મોરબીના ભડિયાદ ગામ નજીક પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ હાલતમાં યુવાનની લાશ તા. ૨૪/૬ ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે મળી આવી હતી જેથી અજાણ્યા પુરૂષની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે જો કે, મૃતકની હજુ સુધી ઓળખ થયેલ નથી જેથી કરીને પોલીસે આશરે ૩૫ થી ૪૦ વર્ષમાં આ મૂતક યુવાનની ઓળખ મેળવવા લોકોની મદદ માંગી છે.
મોરબીના ભડીયાદ ગામની સીમ મિલેનિયા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની કોલોની પાછળ આવેલા ઊંડા વોકળાના પાણીમાંથી લાશ કોહવાયેલી તરતી મળી આવી હતી. જે લાશનું પીએમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું અને આશરે ૩૫ થી ૪૦ વર્ષના આ યુવાનની હજુ સુધી કોઈ ઓળખ મળી નથી આ યુવાને ગળાના ભાગે કાળો દોરો પહેરેલો છે અને જમણા કાનની બુટ્ટીમાં પીળી ધાતુની કડી પહેરેલી છે. આ વ્યક્તિએ કાળી સફેદ કલરનો ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ તથા કમરે કાળુ નાઈટ ટ્રેક પહેરેલું છે. હાલમાં મૃતકની બોડીને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે. આ વ્યક્તિને કોઈ જાણતું હોય અથવા અન્ય કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.વી.સોલંકીના મોબાઈલ નં. ૭૯૯૦૨૪૮૪૮૨ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.
