મોરબી જિલ્લાના ખેડૂતોને વિજલાઇનના વળતર બાબતે ધારાસભ્યો-સાંસદની સીએમ-ઉર્જા મંત્રીને રજૂઆત: 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી
SHARE






મોરબી જિલ્લાના ખેડૂતોને વિજલાઇનના વળતર બાબતે ધારાસભ્યો-સાંસદની સીએમ-ઉર્જા મંત્રીને રજૂઆત: 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી
ગાંધીનગર ખાતે સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેબીનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના કાર્યાલય ખાતે પાવર ગ્રીડ 765 કેવી ના અધિકારીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો તેમજ સુરેન્દ્રનગરના સાંસદ અને સ્થાનિક ખેડૂતો સહિતના હાજર રહ્યા હતા અને ખેડૂતોના વળતર બાબતે રજૂઆત કરી હતી. ત્યારે 10 દિવસમાં પ્રશ્ન ઉકેલવાની અધિકારી અને કંપનીના માણસોએ ખાતરી આપેલ છે.
મોરબી જિલ્લાના માળિયા અને હળવદ તાલુકાના ખેડૂતોના જમીનમાંથી નીકળતી વીજલાઇનના વળતર સંદર્ભે યોગ્ય રજૂઆત કરવામાં આવી હતી તેમજ તેના નિરાકરણ માટે ઊર્જા વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા. આ તકે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરા, મોરબી માળિયાના ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, મોરબી સંગઠનના હોદેદારો તથા મોરબી જિલ્લા પંચાયત સદસ્ય મહેશ પારેજીયા, ઘાંટીલા સરપંચ ઉમેશભાઈ જાકાસણીયા, વેજલપરના સરપંચ હરેશભાઈ કૈલા, વેજલપરના મહેશભાઈ કૈલા (મારૂતી), નંદલાલભાઈ કૈલા, નિતિનભાઈ કૈલા સહિતના હાજર રહ્યા હતા અને ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નોનો ઝડપથી સંતોષકારક ૧૦ દિવસમાં નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે.


