મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે ગાળો કેમ બોલો છો તેવું કહીને ગાળો આપીને વૃદ્ધ સહિત બે વ્યક્તિને માર માર્યો !


SHARE













મોરબીના ઘૂટું ગામે ગાળો કેમ બોલો છો તેવું કહીને ગાળો આપીને વૃદ્ધ સહિત બે વ્યક્તિને માર માર્યો !: ગુનો નોંધાયો

મોરબીના ઘૂટું ગામે રહેતા વૃદ્ધના બે દીકરાઓને ઘરે બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા વ્યક્તિને સારું નહીં લાગતા તે હાથમાં લાકડાનો ધોકો લઈને તેના ઘર પાસે આવ્યો હતો અને અને ગાળો કેમ બોલો છો તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની વૃદ્ધે ના પડતા આરોપીએ તેના હાથમાં રહેલ ધોકા વડે વૃદ્ધને ડાબા હાથના બાવળામાં માર માર્યો હતો તેમજ ડાબી આંખ પાસે મૂઢ ઇજા કરી હતી તેમજ મહિલાને ધક્કો મારી નીચે પાડી દેતા તેને નાકના ભાગે ઈજા થઈ હતી અને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતાં હાલમાં તેમણે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા દેવજીભાઈ માલાભાઈ વોરા જાતે અનુ. જાતિ (60)એ હાલમાં કિશનભાઇ વિનુભાઈ કોળી રહે. ઘુટુ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, ફરિયાદી તથા સાહેદ ગીતાબેન પોતાના ઘરે હતા ત્યારે તેના બંને દીકરાઓ એકબીજા સાથે બોલાચાલી કરી રહ્યા હતી જે આરોપીને સારું નહીં લાગતા તે લાકડાનો ધોકો લઈને તેના ઘરે આવ્યા હતા અને તમે કેમ ગાળો બોલો છો તેમ કહીને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ફરિયાદીએ ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને ડાબા હાથના બાવળાના ભાગે માર માર્યો હતો તથા ડાબી આંખની પાસે મૂઢ ઇજા કરી હતી અને સાહેદ ગીતાબેનને ધક્કો મારીને નીચે પાડી દેતા તેને નાકના ભાગે ફેકચર જેવી ઇજા થઈ હતી. તેમજ આરોપીએ ફરિયાદીને ગાળો આપીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. જેથી ભોગ બનેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News