ટંકારાના હડમતીયા ગામે પાડોશી ખેડૂતો વચ્ચે ચાલતા વિવાદમાં બંને પક્ષેથી મારામારી: મહિલા સહિત ચારને ઇજા
મોરબી નજીક હરીપર (કે)ના બસ સ્ટેશન પાસેથી 24 બોટલ દારૂ સાથે એક પકડાયો
SHARE








મોરબી નજીક હરીપર (કે)ના બસ સ્ટેશન પાસેથી 24 બોટલ દારૂ સાથે એક પકડાયો
મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ હરીપર કેરળા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 24 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 2400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ હતી.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર હરીપર કેરાળા ગામના બસ સ્ટેશનની સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તેની પાસેથી દારૂની નાની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2400 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિનોદભાઈ હરખજીભાઈ રૂપાલા જાતે પટેલ (42) રહે. નાની વાવડી તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
