વાંકાનેરના માટેલ નજીક દુકાનમાંથી દારૂની ૬૪૬ બોટલો-બીયર ૧૨૦ ટીન સાથે એકની ધરપકડ
મોરબીમાં યુવાનની હત્યાનોં પ્રયાસ કરનારા પાંચેય આરોપી જેલ હવાલે
SHARE
મોરબીમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા પાંચેય આરોપી જેલ હવાલે
મોરબીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે પાર્ક કરેલી સ્વિફ્ટ ગાડીમાં ધડાકાભેર સ્કોર્પિયો ગાડી પાછળ અથડાવી હતી અને ત્યારબાદ વારંવાર સ્કોર્પિયો ગાડી સ્વિફ્ટ ગાડીમાં અથડાવીને યુવાનની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની ફરિયાદ આધારે પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર સિંધુભવન પાસે શનિવારે બપોરે યુવાન તેના મિત્રોની સાથે પોતાની સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એએફ 8150 લઈને ઊભો હતો ત્યારે આમદ કાસમ કટિયાએ પોતાની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એફ 4143 લઈ આવીને પાછળથી સ્વિફ્ટ ગાડીમાં ધડાકાભેર અથડાવી હતી અને ત્યારબાદ સ્વિફ્ટ ગાડીમાં બેઠેલ વ્યક્તિઓને મારી નાખવાના ઇરાદે વારંવાર સ્વીફ્ટ ગાડી સાથે સ્કોર્પિયો ગાડી અથડાવી હતી. જે બનાવમાં મોરબીના લાતી પ્લોટ જોન્સનગર શેરી નં-10 માં રહેતા અને મુરઘી વેચાણનો ધંધો કરતા મુસ્તાકભાઈ કાસમભાઈ સંધવાણી જાતે મિયાણા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આમદ કાસમ કટીયા સહિત પાંચ સામે નામ જોગ ફરિયાદ કરી હતી.
જે ગુનામાં મહિલા પીએસઆઇ પી.આર. સોનારા અને તેની ટીમે આરોપી આમદ કાસમ કટીયા, અકબર ઉર્ફે અકુકાસમભાઇ કટીયા, વસીમ યુનુશભાઇ સેડાત અને જુસબ દિલાવરભાઇ માણેક રહે. ચારેય વીસીપરા મોરબી તેમજ ફિરોજ સુલેમાન માલાણી રહે. વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ગુનાના કામે વપરાયેલ ગાડી તેમજ હથિયારો કબજે કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ બધા જ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલમાં પાંચેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.