મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ભાગીદારી પેઢી સાથે ૧.૬૩ કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ


SHARE









મોરબીમાં ભાગીદારી પેઢી સાથે ૧.૬૩ કરોડની છેતરપિંડી કરનારની ધરપકડ


મોરબીમાં યુનિટમાં ઓફિસ બોય તરીકે કામ કરતા શખ્સે ભાગીદારનો વિશ્વાસ કેળવ્યા બાદ તેઓની જાણ બહાર ચેકબુકમાં પોતાની રીતે રકમ લખીને કંપનીના પાર્ટનરની ખોટી સહી કરીને બેંક સીસીની રકમ ઉપાડીને પોતાના અંગત ખાતાઓમાં જમા કરાવી લીધી હતી તેમજ વેપારીઓ પાસેથી ધંધાના રૂપિયા મેળવીને તે રૂપિયા પણ પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરવી લીધા હતા અને બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી ખોટા સહી સિક્કાનો સાચા તરીકે ઉપયોગ કરીને પેઢીના ભાગીદારોની સાથે રૂપિયા ૧,૬૨,૭૪,૪૩૫ ની ઉચાપત કરી હતી જે ગુનામાં મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના નાની કેનાલ રોડ ઉપર ઓમ પાર્ક-૧ મારૂતિ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણભાઇ ગોવિંદભાઇ ભોરણીયા જાતે પટેલ (૪૮) ધંધો.વેપાર એ તેમની ભાગીદારી પેઢીમાં ઓફિસ બોય તરીકે ઓફિસનું કામકાજ કરતાં કિશન રમેશભાઇ બરાસરા રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કે, કિશન બરાસરા ફરિયાદીની શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ખાતે તા.૩૦-૬-૨૩ થી તા.૨૭-૪-૨૪ દરમ્યાન ઓફીસ બોય તરીકે કામ કરતો હતો ત્યારે ફરીયાદી તથા અન્ય ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી સાહેદ (ભાગીદાર) ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ (સીસી) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

તેમજ યુપીઆઇ દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરીને ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને બેંકમાંથી આવતા મેસેજોને ડીલીટ કરી નાખ્યા હતા. તેમજ ચેકોમાં પોતે ખોટી સહી કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીની ભાગીદારી પેઢી સાથે ૧,૬૨,૭૪,૪૩૫ ની છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પીએસઆઇ સી.એસ.સોદરવા અને ભાવેશભાઈ ગઢવીએ આરોપી કિશન રમેશભાઇ બરાસરા જાતે પ્રજાપતિ (25) રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી જો કે, આગોતરા જામીન મળ્યા ન હતા જેથી તે આરોપીએ મોરબીની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું ત્યાર બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને આરોપીના રિમાન્ડ લેવા માટે હાલમાં તજવીજ ચાલી રહી છે.




Latest News