ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

હળવદના સુંદરગઢ ગામે નદી કાંઠે જમીનમાં દાટીને રાખેલ દારૂની નાની-મોટી 402 બોટલ પોલીસે કબ્જે કરી: આરોપીની શોધખોળ


SHARE













હળવદના સુંદરગઢ ગામે નદી કાંઠે જમીનમાં દાટીને રાખેલ દારૂની નાની-મોટી 402 બોટલ પોલીસે કબ્જે કરી: આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે ખોડીયાર માતાજીના મંદિર પાસે દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે સ્થળ ઉપરથી જમીનમાં દાટીને રાખવામા આવેલ દારૂની નાની અને મોટી કુલ મળીને 402 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 57,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો છે જો કે, આ દારૂનો જથ્થો કોનો છે તે માહિતી સામે આવેલ નથી જેથી કરીને અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે મંદિર પાસે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર જમીનમાં દાટીને દારૂનો જથ્થો છુપાવી રાખ્યો હતો જે બિનવારસી હાલતમાં દારૂનો જથ્થો મળી આવેલ છે જેથી કરીને પોલીસે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની 332 બોટલ તથા મોટી 70 બોટલ આમ કુલ મળીને 402 બોટલ દારૂ કબજે કર્યો હતો. અને 5,77,00 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે દારૂનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

મહિલાને ગળાટૂંપો દેવાનો પ્રયાસ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સંજનબેન રણછોડભાઈ ગડેસીયા (35) નામની મહિલાને રાજપરથી ચાચાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર કોલ સ્ટોરેજ પાસે બાંધકામની સાઈટ ઉપર કડિયા કામમાં લઈ ગયા હતા અને ત્યાં કામ બાબતે બોલાચાલી થઈ હતી જેથી તે મહિલાને ગળાટુપો દેવાની કોશિશ કરી હતી જેથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી






Latest News