મોરબીમાં સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપનારા શખ્સની સામે ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપનારા શખ્સની સામે ગુનો નોંધાયો
મોરબીમાં રહેતા શખ્સે પોતાનું સાચું નામ અને સાચી ઓળખ છુપાવીને પોલીસને ખોટું નામ આપ્યું હતું. અને તે નામના તેને ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને શ્રમ કાર્ડ પણ ખોટા બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. જેથી કરીને પોલીસને ગુમરાહ કરનારા શખ્સની સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ચૌટા ગામના રહેવાસી ભીમશી કેશુભાઈ કંડોરીયા જાતે આહિરની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ શખ્સે પોતાનું સાચું નામ ભીમશી કેશુર કંડોરીયા જાતે આહિર હોય તેણે પોતાનું સાચું નામ છુપાવીને પોલીસને ખોટી માહિતી આપી હતી અને ખોટું નામ ધારણ કર્યું હતું અને તે નામના ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને શ્રમ કાર્ડ પણ તેને ખોટા બનાવી લીધા હતા અને તે સરકારી કાર્ડનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો જેથી કરીને હાલમાં પોલીસ કર્મચારી પ્રફુલભાઇ પરમાર દ્વારા બીએનએસ કલમ ૨૧૨, ૩૩૬(૨) તથા ૩૪૦(૨) મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જેના આધારે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પકડાયો
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ઘરમાં લગાવવામાં આવેલ એસીમાંથી ટપકતા પાણી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો હતો અને ધમકાવવામાં આવ્યો હતો જેની ફરિયાદ સાત શખ્સોની સામે નોંધાયેલ હતી જેમાં આધારે પોલીસે આ ગુનામાં આરોપી ઉદય ચંદુભાઈ શેરસીયા જાતે પટેલ (26) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

