વાંકાનેરના ગારિડા નજીક ટ્રક ચાલકે બ્રેક કરતાં કાર પાછળ ઘૂસી ગઈ: ચાર ઇજાગ્રસ્તો સારવારમાં
મોરબીમાં બસમાં જઈ રહેલા વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી
SHARE






મોરબીમાં બસમાં જઈ રહેલા વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી
મોરબીમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બસમાં બેસવા ગયેલા વૃદ્ધના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં 7000 રૂપિયાની કિંમતના મોબાઇલની ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ લક્ષ્મીનારાયણ ચોક પાસે જોશી ફળિયામાં રહેતા દિનેશભાઈ રણછોડભાઈ પાટડીયા જાતે દરજી (64)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવે છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં આવેલ માણસ પ્રતાપ સર્કલ પાસે તેઓ બસમાં બસેવા માટે ગયા હતા ત્યારે તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 7000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા કરવામાં આવેલ છે તેવી ફરિયાદ વૃદ્ધે નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
વૃદ્ધનું મોત
માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા ઘનશ્યામસિંહ અમુભા પરમાર (54) નામના આધેડ ખેતરે કામ કરી રહ્યા હતા દરમિયાન તેઓની તબિયત લથડતા તેમનું મોત નીપજ્યું હતું. જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી અને આ બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી હતી.


