મોરબીમાં છેતરપિંડી કરીને મેળવેલ ૧.૬૩ કરોડની આરોપીએ શેર બજારમાં ગુમાવ્યા: પાંચ દિવસના રિમાન્ડ
હળવદમાં પોલીસ લાઈનના બાળકો માટે કોચીંગ કલાસ શરૂ
SHARE
હળવદમાં પોલીસ લાઈનના બાળકો માટે કોચીંગ કલાસ શરૂ
હળવદ પોલીસ લાઇન ખાતે વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઇનના બાળકો માટે અંગ્રેજી, ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસ લાઇન ખાતે પોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે મોરબી જીલ્લા પોલીસ દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત અંગેજી, ગણીત તથા વિજ્ઞાનના વિષયના કોચીંગ કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૧૦ દિવસ સુધી ધો.૧ થી ૧૦ સુધીના આશરે ૩૫ જેટલા બાળકોએ કોચીંગ કલાસીસનો લાભ લીધેલ હતો. અને તમામ બાળકોને કોંચીંગ કલાસીસ પુર્ણ થયેથી પ્રોત્સાહન રૂપે હળવદ પોલીસ સ્ટેશન દ્વારા શૈક્ષણીક કીટ ભેટ આપવામાં આવી હતી. તેવું હળવદ પીઆઇ આર.ટી.વ્યાસે જણાવ્યુ છે.