મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં છેતરપિંડી કરીને મેળવેલ ૧.૬૩ કરોડની આરોપીએ શેર બજારમાં ગુમાવ્યા: પાંચ દિવસના રિમાન્ડ


SHARE









મોરબીમાં છેતરપિંડી કરીને મેળવેલ ૧.૬૩ કરોડની આરોપીએ શેર બજારમાં ગુમાવ્યા: પાંચ દિવસના રિમાન્ડ

મોરબીમાં ભાગીદારનો વિશ્વાસ કેળવીને તેઓની જાણ બહાર ચેકબુકમાં પોતાની રીતે રકમ લખીને કંપનીના પાર્ટનરની ખોટી સહી કરીને બેંક સીસીની રકમ ઉપાડીને પોતાના અંગત ખાતાઓમાં જમા કરાવી લીધી હતી તેમજ વેપારીઓ પાસેથી ધંધાના રૂપિયા મેળવીને તે રૂપિયા પણ પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરવી લીધા હતા. અને બેંકમાંથી આવતા મેસેજ ડીલીટ કરી ખોટા સહી સિક્કાનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો જે ૧,૬૨,૭૪,૪૩૫ ની છેતરપિંડીના ગુનામાં પકડાયેલ આરોપીના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીમાં રહેતા પ્રવીણભાઇ ગોવિંદભાઇ ભોરણીયા (૪૮)એ તેમની ભાગીદારી પેઢીમાં ઓફિસ બોય તરીકે ઓફિસનું કામકાજ કરતાં કિશન રમેશભાઇ બરાસરા રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી કે, કિશન બરાસરા ફરિયાદીની શુભમ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢી ખાતે તા.૩૦-૬-૨૩ થી તા.૨૭-૪-૨૪ દરમ્યાન ઓફીસ બોય તરીકે કામ કરતો હતો ત્યારે ફરીયાદી તથા અન્ય ભાગીદારોનો વિશ્વાસ જીતી બેંકની ચેકબુકમાં જાણ બહાર પોતાની રીતે રકમ લખી સાહેદ (ભાગીદાર) ધર્મેન્દ્રભાઇની ખોટી સહી કરી બેંકની કેશ ક્રેડીટ (સીસી) ઉપાડી તેમજ અલગ અલગ વેપારીઓ પાસેથી વેપારના રૂપીયા પોતાના અંગત એકાઉન્ટમાં મેળવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા.

તેમજ યુપીઆઇ દ્રારા પોતાના બેંક ખાતામાં રૂપીયા ટ્રાન્સફર કરી તેમજ કંપનીનુ મટીરીયલ્સ ઓછા ભાવે વેપાર કરી માર્કેટીંગ કરીને ફરીયાદી તથા સાહેદો સાથે વિશ્વાસઘાત કર્યો હતો અને બેંકમાંથી આવતા મેસેજોને ડીલીટ કરી નાખ્યા હતા. તેમજ ચેકોમાં પોતે ખોટી સહી કરીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને ફરિયાદીની ભાગીદારી પેઢી સાથે ૧,૬૨,૭૪,૪૩૫ ની છેતરપીંડી કરી હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં પીએસઆઇ સી.એસ.સોદરવા અને ભાવેશભાઈ ગઢવીએ આરોપી કિશન રમેશભાઇ બરાસરા જાતે પ્રજાપતિ (25) રહે. એવન્યુ પાર્ક રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.

વધુમાં પોલીસે પાસેથી મળતી માહિતી મુજબ આરોપીએ પેઢી સાથે છેતરપિંડી કરીને જે રૂપિયા મેળવ્યા હતા તે રૂપિયા તેને શેર બજારમાં ગુમાવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે અને આ આરોપીને મોરબી કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને હવે આ શખ્સે કેવી રીતે નાણાં મેળવ્યા હતા અને કઈ રીતે તેનો ઉપયોગ કરેલ છે. તેના વ્યવહારોની તપાસ કરવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળે છે.




Latest News