મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

વિવાદનો અંત કયારે ?: મોરબીમાં બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જમીનની હદ નક્કી કરવા આજે એસએલઆર દ્વારા માપણી કરાઇ


SHARE

વિવાદનો અંત કયારે ?: મોરબીમાં બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની જમીનની હદ નક્કી કરવા આજે એસએલઆર દ્વારા માપણી કરાઇ

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ત્યાં નદીના કાંઠે જે દીવાલ બનાવવામાં આવી છે જેને લઈને વિવાદ ઊભો થયો છે. જેથી કરીને ડીએલઆર દ્વારા જમીનની માપણી કરવામાં આવી હતી જેની સામે સ્વામિનારાયણ સંસ્થાને વાંધો હતો. જેથી કરીને આજે એસએલઆર દ્વારા જમીનની માપણી કરવામાં આવી રહી છે. ત્યારે બાદ તેના રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.  

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે બીપીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિર પાસે દીવાલને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેના માટે થોડા દિવસો પહેલા કલેક્ટર કચેરીમાં કલેક્ટર સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ અને સ્વામિનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હરિભક્તો અને ટેકનિકલ નિષ્ણાતની હાજરીમાં બેઠક યોજાઇ હતી જેમાં ડીએલઆરની માપણી સામે સંસ્થા દ્વારા વાંધો લેવામાં આવ્યો હતો જેથી કરીને આજે લેન્ડ રેકર્ડ વિભાગના મોરબી જિલ્લાના ઇન્ચાર્જ સુપ્રિટેનડન્ટ જિજ્ઞાશ શ્રોફની હાજરીમાં એસએલઆર દ્વારા જમીનની માપણી કરવામાં આવી રહી છે.

હાલમાં નદીના કાંઠે સંસ્થા દ્વારા જે દીવાલ બનાવવામાં આવી છે. તેને લઈને ભવિષ્યમાં હોનારત જેવી દુર્ઘટના થઈ શકે છે તેવી અરજી અગાઉ કલેક્ટરમાં કરવામાં આવી હતી જેથી તે અંગેની તપાસ કરવામાં આવી હતી જેમાં સંસ્થાએ વધારાનું બાંધકામ કર્યું હોવાનું અગાઉ સામે આવ્યું હતું જેથી વધારનું બાંધકામ તોડી નાખવા માટે પાલિકા અને કલેક્ટર દ્વારા સંસ્થાને નોટિસ આપવામાં આવી હતી જો કે, હજુ સુધી સંસથા દ્વારા વધારાનું બાંધકામ તોડવામાં આવેલ નથી છેલ્લી મિટિંગમાં તા 5 ને શુક્રવારથી સંસ્થા દ્વારા વધારાની દિવાલ તોડવાનું શરૂ કરવામાં આવશે તેનું સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યુ હતું. જો કેજગ્યાની માપણીને લઈને ડીએલઆરની માપણી સામે પ્રશ્ન હતા તેને દૂર કરવા માટે આજે એસએલઆર દ્વારા માપણી કરવામાં આવી રહી છે જેમાં કયા સુધી કયો  સર્વે નંબર આવે છે તેની હદ નક્કી કરી આપવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ હતું.

હાલમાં એસએલઆર દ્વારા માપણી કરવામાં આવી રહી છે અને તેના દ્વારા જે સર્વે નંબરની જમીન ઉપર મંદિર અને તેની આસપાસનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેના સર્વે નંબર ક્યાં સુધી આવે છે તેની ફાઇનલ હદ નક્કી કરવામાં આવશે ત્યાર બાદ જીડીસીઆરના નિયમોને ધ્યાને રાખીને જે દીવાલ તોડવાની છે અને વધારાનું બાંધકામ દૂર કરીને નદી કાંઠાને ધ્યાને રાખીને જે નિયમોની અમલવારી કરાવવાની છે તે કલેક્ટરના આદેશ મુજબ સબંધિત વિભાગના અધિકારીઓને કરાવવાનું છે જો કે, તેની અમલવારી કયારે કરાવવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.
Latest News