મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?


SHARE













મોરબીના ભંગાર રસ્તાના લીધે નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો જવાબદાર કોણ ?

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર રોડ રસ્તાની હાલત દયનીય છે અને રસ્તામાં નજીવો વરસાદ પડે ત્યાં ખાડામાં પાણી ભરાઈ જાય છે અને ખાડામાં પાણી ભરાયેલું હોવાના કારણે ખાડા દેખાતા ન હોવાથી નાના મોટા અનેક અકસ્માતો સર્જાતા હોય છે. તેવી જ રીતે આજે બપોરના સમયે પડેલ નજીવા વરસાદના કારણે મોરબીના ગેસ્ટ હાઉસ રોડથી મંગલભુવન ચોક તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ યુવતીનું એકટીવા ખાડાના કારણે સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને માંડ માંડ તે યુવતીએ પોતાનો જીવ બતાવ્યો હતો પરંતુ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં પડેલા ખાડાના કારણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્રએ નક્કી કરી લેવાની જરૂર છે. કારણ કે હર હંમેશ આપણે છેલ્લી મોટી દુર્ઘટનાઓમાં જોતા આવ્યા છીએ કે, દુર્ઘટના બની જાય ત્યાર પછી દોષિત કોણ જવાબદાર કોણ આવા કર્ણક પ્રશ્નો હોય છે તેના જવાબ મળતા નથી ત્યારે મોરબી શહેરના ભાંગેલા તૂટેલા રસ્તાના કારણે જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા નિશ્ચિત કરી લેવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.




Latest News