મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની વરણી


SHARE













મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ, મહામંત્રી અને નગરપાલિકાના ઇન્ચાર્જની વરણી

મોરબી પાલિકાની આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નવા હોદેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ, નગરપાલિકા ઇન્ચાર્જ તેમજ જિલ્લા મહામંત્રીની વરણી કરવામાં આવલ છે.

થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની હાજરી નયા હોદેદારો તેમજ મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની અધ્યક્ષતામાં મોરબી જિલ્લાની સંકલનની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણીનોને ધ્યાને રાખીને આપ મજબૂત બને તે માટે મોરબી જિલ્લા આપ ના પ્રમુખ તરીકે મહાદેવભાઈ ચતુરભાઈ પટેલ, નગરપાલિકા ઇન્ચાર્જ તરીકે વસંતભાઈ ગોરીયા તેમજ જિલ્લા મહામંત્રી તરીકે પંકજભાઈ આદ્રોજાની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલેખનીય છે કે, મહાદેવભાઈ ચતુરભાઈ પટેલ પહેલા જિલ્લાના પ્રમુખ હતા અને વસંતભાઈ ગોરીયા અગાઉ બે વખત મોરબી પાલિકાની ચૂંટણી જીત્યા હતા જેથી તેઓને આ જવાબદારી આપવામાં આવેલ છે.




Latest News