મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !


SHARE







































મોરબીમાં ડોક્ટરનું સોશ્યલ મીડિયામાં ફેક આઈડી બનાવી ગઠિયાએ કળા કરી !

મોરબીના ઉધ્યોગારો અને આગેવાનોના ફેક આઈડી સોશ્યલ મીડિયામાં બનાવીને રૂપિયા માંગવામાં આવે તેવું અનેક વખત બન્યું છે તેવી જ રીતે હાલમાં મોરબીમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરનું ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને તેના મિત્રો સહિતના પાસેથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે જેથી કોઈને પણ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર ન કરવા માટે તેઓએ લોકોને જાણ કરી છે.

મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલના ડો. પ્રહલાદ ઉઘરેજાના નામથી ફેક આઈડી ફેસ બુકમાં બનાવવામાં આવ્યું છે અને ભેજાબાજ શખ્સ દ્વારા તેના મિત્રો સહિતના લોકોને મેસેજ કરીને તાત્કાલિક પૈસાની જરૂર છે તેવા મેસેજ કરીને પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. જો કે, આ વાત ડો. પ્રહલાદ ઉઘરેજાના ધ્યાને આવતાની સાથે જ તેમણે મિત્રો સહિતના સગા સંબંધીઓને ઓનલાઈન પૈસા ન આપવા માટેની જાણ કરી હતી. અને સોશ્યલ મીડિયાના મધ્યમથી તેઓની સાથે જોડાયેલા કોઈપણ વ્યક્તિએ પૈસા ન આપવા માટે તેને અપીલ કરી છે અને આ અંગેની તેઓએ પોલીસને પણ જાણ કરેલ છે.














Latest News