મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર પાસે માતા-પિતા કારખાનામાં કામમાં વ્યસ્ત રહેતા માટીના કૂવામાં પડી જવાથી માસૂમ બાળકીનું મોત


SHARE







































મોરબીના રંગપર પાસે માતા-પિતા કારખાનામાં કામમાં વ્યસ્ત રહેતા માટીના કૂવામાં પડી જવાથી માસૂમ બાળકીનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનામાં માટીના કુવામાં રમતા રમતા ચાર વર્ષની બાળકી પડી ગઈ હતી જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યારબાદ આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાથી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કાળુભાઈ ભુરસીંગભાઈ બામનીયા જાતે ભીલની ચાર વર્ષની દીકરી મીનાક્ષીબેન નોટો સિરામિક કારખાનામાં માટી વિભાગમાં રમતા રમતા માટીના કુવામાં પડી ગઈ હતી જેથી તેની મોત નીપજયું હતું ત્યારબાદ તે બાળકીના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી. પરમાર ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું કે, મૃતક બાળકીના માતા-પિતા ત્યાં કારખાનામાં કામકાજ કરી રહ્યા હતા ત્યારે બાળકી ત્યાં રમતી હતી અને રમતા રમતા માટીના કુવામાં પડી જવાના કારણે તેનું મોત નીપજયું છે. જે બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.














Latest News