મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગેલ પોલીસનું ફૂટ પેટ્રોલીંગ મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડીથી જેતપર રોડ તરફ જવાના રસ્તે અજાણ્યો વાહન ચાલક માટીનો ઢગલા કરીને ફરાર !


SHARE













મોરબીના ટિંબડીથી જેતપર રોડ તરફ જવાના રસ્તે અજાણ્યો વાહન ચાલક માટીનો ઢગલા કરીને ફરાર !

મોરબીની આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા ઉપરથી સીરામીક કારખાનાઓમાં માટી લઈને જઈ રહેલા ટ્રક સહિતના વાહનોમાંથી અવારનવાર માટીના ઢગલા રોડ સાઈડમાં લોકોને નડતરરૂપ થાય તે રીતે કરવામાં આવતા હોય તેવું અગાઉ અનેક વખત સામે આવ્યો છે તેવામાં મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસેથી જેતપર રોડ તરફ જવાના મેઇન રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલાકે પોતાના વાહનમાં ભરેલ માટીનો જથ્થો ત્યાં રોડ ઉપર ઢગલો કરી દીધો હતો જેથી કરીને આ રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા ઉપર નેશનલ હાઇવે રોડ ઉપર આડેધડ આવી રીતે માટીના ઢગલા કરીને નાસી જતા વાહનચાલકોની સામે તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તો અકસ્માતોને અટકાવી શકાય તેમ છે નહીં તો આવી રીતે ગમે તે રોડ ઉપર માટીના ઢગલા કરવામાં આવ્યા હોય તે નિર્દોષ વાહન ચાલક માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે






Latest News