મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ ટંકારાના ધ્રોલિયા ગામના પાટીયા પાસે ઇકો ગાડી સીએનજી રીક્ષામાં અથડાતાં ઇજા પામેલા 3 વ્યક્તિ સારવારમાં મોરબીમાં સગીરાના અપરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી જેલ હવાલે  ટંકારાના વીરપર પાસે જમવા માટે ગયેલા યુવાન ઉપર હોટલ વાળાએ કર્યો છરી વડે હુમલો વાંકાનેરના મેસરીયામાં ઝઘડાનો ખાર રાખીને પાઇપ મારીને યુવાનનું માથું ફાડી નાખ્યું: મહિલા સહિત 4 સામે ફરિયાદ મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ-દુષ્કર્મના આરોપીના ઘરને સગીરાના ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ ઘર સળગાવ્યું નાખ્યું


SHARE









મોરબીમાં અપહરણ-દુષ્કર્મના આરોપીના ઘરને સગીરાના ભાઈ સહિત ચાર વ્યક્તિઓએ ઘર સળગાવ્યું નાખ્યું

મોરબીની રામકૃષ્ણ સોસાયટીમાં રહેતો યુવાન સગીરને ભગાડી ગયો હતો જે બાબતનો ખાર રાખીને સગીરના ભાઈ અને બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ યુવાનના ઘરે આવ્યા હતા અને તેના ઘરમાં ટીવી, ફ્રીજ, કબાટ, સેટી, પલંગ વિગેરે ઘરવખરીના માલસામાનને સળગાવીને નુકસાની કરી હતી તેમજ સગીરાને ભગાડી ગયેલ યુવાનના પિતા સહિતના પરિવારને સળગાવી દેવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતા દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની જાણમાં મળતી માહિતી મુજબ પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રામકૃષ્ણનગર બ્લોક નંબર એફ-4 રહેતા રાજેશભાઈ ડાયાલાલ ચાવડા જાતે રાજપૂત (પખાલી) (51)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોહિત (નામ બદલાવેલ છે) તથા તેની સાથે આવેલ અજાણ્યા એક શખ્સ અને બે મહિલાઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી મોહિતની બહેનને ફરિયાદીનો દીકરો કાનજી ભગાડીને લઈ ગયો હતો અને ત્યારબાદ તે વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા. અને ફરિયાદી પોતાના પરિવાર સાથે વાંકાનેર પોલીસ સ્ટેશનને ગયા હતા. તેમજ આરોપીની બહેન પોતાના પરિવાર સાથે પાછી તેના ઘરે જતી રહી હતી.

તેમ છતાં પણ મોહિત કોળી અને બે મહિલા સહિતના ચારેય વ્યક્તિઓએ મોરબીમાં કાનજીના ઘરે આવીને તેના ઘરની અંદર રાખવામાં આવેલ ફ્રિજ, ટીવી, કબાટ, સેટી, પલંગ, ગાદલા અને ઘરવખરીનો સરસામાનને સળગાવી દીધો હતો. અને 60 હજારથી વધુની નુકસાની કરેલ છે. આટલું જ નહીં પરંતુ ફોન ઉપર ફરિયાદીના આખા પરિવારને સળગાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ભોગ બનેલા આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર વ્યક્તિઓની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ  એન.એ.વસાવા ચલાવી રહ્યા છે

અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાંથી સગીરાનું લગ્નની લાલચ આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે શરીર સબંધ પણ બાંધવામાં આવ્યો હતો જેથી સગીરાને પેટમાં દુખાવો ઊપડતાં તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યાર બાદ રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા અને સગીરાની માતાએ કાનજી ચાવડા સામે દીકરીના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે.




Latest News