મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાચા કામના કેદીનું બીમારી સબબ સારવારમાં મોત


SHARE

















મોરબી નજીકના લાલપર ગામ પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા કાચા કામના કેદીનું બીમારી સબબ સારવારમાં મોત

મોરબીના લાલપર ગામ પાસે બાવળની જાળીમાંથી મોઢા, કપાળ અને નેણના ભાગ ઉપર બોથડ પદાર્થના ઘા મારીને યુવાનની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે અગાઉ મૃતક યુવાનના બે મિત્રોની ધરપકડ કરી હતી અને તે જેલ હવાલે કરવામાં આવેલ હતા અને તે બે આરોપી પૈકીનાં એક આરોપીને ટીબીની બીમારી હતી જેથી તેને રાજકોટ ખાતે પોલીસ જાપ્તા સાથે સારવાર માટે લઈને ગયા હતા ત્યાર સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામ પાસે યુવાનની હતું કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપી અર્જુન જવરચંદ ગામર (રહે. મૂળ એમપી હાલ લાલપર)ને ટીબીની બીમારી હતી જેથી તેને સારવાર માટે પહેલા મોરબી અને ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું છે જેથી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના મસાદરા ગામના રહેવાસી કનુભાઈ સુરમાભાઈ ખાંટ જાતે ઠાકોર (૫૨)એ હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, તેઓનો કૌટુંબિક ભાઈ બાબુભાઈ ઉર્ફે બાલુ નાનાભાઈ ખાંટ જાતે ઠાકોર (૨૫)ની લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગમાં મોઢા, કપાળ અને નેણના ભાગે બોથડ પદાર્થના ઘા જીકીને તેની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે જે તે સમયે મૃતક યુવાનના બે મિત્રો દિનેશ ખુમાન માવી અને અર્જુન જવરચંદ ગામરની ધધરપકડ કરેલ હતી અને આ બંને આરોપીઓને જેલ હવાલે કરેલ હતા જે બંને આરોપીઓ કાચા કામના કેદી તરીકે જેલમાં હતા અને અર્જુન જવરચંદ ગામરને ટીબીની બીમારી હોવાથી તેને અગાઉ પણ સારવાર માટે લઈ ગયા હતા અને હાલમાં તેનું મોત નીપજયું છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીને તા. 15/10/23 ના રોજ મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ હતો. અને તેને છેલ્લા મહિનાઓમાં ચારથી પાંચ વખત ટીબીની બીમારીના લીધે સારવારમાં લઈ ગયા હતા. જો કે, ગત તા. 6/7/24 ના બપોરના બારેક વાગ્યે તેની તબિયત બગડતા તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં પ્રિઝનલ વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં છ દિવસની સારવાર દરમિયાન ગઈકાલ તા. 12/7 ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં અર્જુનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી છે છે અને આગળની તપાસ પીએસઆઇ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે.




Latest News