ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે સીસીરોડની કામગીરી ગોકળગતિએ થતી હોય લોકોએ કર્યો ચક્કજામ


SHARE













મોરબીના પંચાસર રોડે સીસીરોડની કામગીરી ગોકળગતિએ થતી હોય લોકોએ કર્યો ચક્કજામ

મોરબીના પંચાસર રોડ ઉપર હાલમાં સીસી રોડ બનાવવા માટેની કામગીરી કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી છે જોકે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતિએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તેમજ વેપારીઓ સહિતના ત્રાહિમામ પોકારી ગયા છે અને આજે સવારે સ્થાનિક લોકો દ્વારા પંચાસર રોડ ઉપર રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનોના થપા લાગી ગયા હતા અને સ્થળ ઉપર એકત્રિત થયેલા લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગતીએ કામગીરી કરવામાં આવી રહી છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ જે સિંગલ સાઈડ એક રસ્તો હાલમાં ચાલે છે તે રસ્તા ઉપર પણ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે અને આ બાબતે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆતો કરવામાં આવી છે તેમ ધારાસભ્ય સુધી રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ તે વિસ્તારમાં આજની તારીખે કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળગધીએ કામગીરી કરવામાં આવી રહી છે અને જે દબાણો છે તે દબાણો દૂર કરવામાં આવતા નથી અને ગટરના ઢાંકણા નથી ત્યાં ઢાંકણા મુકવા માટેની કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા નકર કાર્યવાહી કરવામાં આવે અને કોન્ટ્રાક્ટર દ્વારા ઝડપથી કામગીરી થાય તે માટે થઈને આજરોજ સ્થાનિક લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો






Latest News