મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ


SHARE







































મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ

મોરબીના પાનેલી ગોપાલ સોસાયટીમાં અને મોરબીના વાડી વિસ્તારમાં થયેલ જુદાજુદા મારા મારીના બે બનાવમાં પોલીસે એક એક આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

મોરબી તાલુકાના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા જાતે દલવાડી (36)એ ગૌરીબેન ઉર્ફે ભૂરીબેન શાંતિલાલ, જીતેન્દ્રભાઈ શાંતિલાલ, વર્ષાબેન શાંતિલાલ, ગૌતમભાઈ લક્ષ્મણભાઈ કંઝારીયા, જયેશ શાંતિલાલ કંઝારીયા, અરવિંદભાઈ લખમણભાઇ કંઝારીયા, શાંતિલાલ ડુંગરભાઇ અને લખમણભાઇ ડુંગરભાઇની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓ ફરિયાદીના ઘરે પોદળો નાખી ગયા હતા. જેથી વૈશાલીબેને આરોપીઓને કહેવા જતા આરોપીઓ તેને ગાળો આપી હતી અને ત્યાર બાદ હથિયારો સાથે ફરિયાદીના ઘરે આવીને મારા મારી કાઈર હતી જે ગુનામાં પહેલા પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં આરોપી જયેશ શાંતિલાલ કંઝરિયા (23) રહે. પાનેલી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જયારે મોરબીના સનાળા રોડ નજીક આવેલ ગોકુલનગર જાગાની વાડીમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ કંઝારીયા એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાભુબેન કેશવજીભાઈ ડાભી અને મુક્તાબેન છગનભાઈ ડાભી રહે. બંને ઘુડની વાડી ગોકુળનગર પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે,  તેઓએ મામલતદાર કચેરીમાં દાવો કરેલ હતો જેનો ચુકાદો તેઓની તરફેણમાં આવ્યો છે જેથી રસ્તો ખુલ્લો કરાવવા માટે મામલતદાર કચેરી દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને આરોપી બહેનોએ રસ્તો બંધ કરેલ હતો તે કાચી વાડનું ડિમોલેશન થયેલ હતું જે બાબતનો ખાર રાખીને માર માર્યો હતો આ ગુનામાં પોલીસે આરોપી આરોપી લીલાબેન કેશવજીભાઈ ડાભી (62) ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી

મારામારીમાં ઇજા
મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પરસોતમભાઈ હીરાભાઈ ચાવડા (41)ને નીચી માંડલ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી














Latest News