મોરબી શહેર અને પાનેલી ગામે થયેલ મારામારીના બે બનાવમાં એક-એક આરોપીની ધરપકડ
મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે
SHARE
મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે
મોરબીમાં અગાઉ અનેક વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા શખ્સની સામે પાસાની પ્રપોઝલ તૈયાર કરીને મૂકવામાં આવી હતી જેને મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવતા પોલીસે બુટલેગરની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતની જેલ હવાલે કર્યો છે.
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચના તથા ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં અનેક વખત ઇંગ્લીશ દારૂના ગુનામાં પકડાયેલ વિજય જયંતીભાઈ અઘારા (40) રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની વાળાની સામે પાસાની પ્રપોઝલ તૈયાર કરવામા આવેલ હતી જેને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરીને પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યુ હતુ. જેથી એલસીબીની ટીમે આરોપી વિજય જયંતીભાઈ અઘારાની ધરપકડ કરીને સુરતની જેલ હવાલે કરેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબીમાં રહેતા ગોપનાથસિંહ યોગનાથસિંહ (40) નામના યુવાનને મોરબી નજીક આવેલ શક્તિ ચેમ્બર પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી
ઈલેક્ટ્રીક શોર્ટ
મોરબીના રોહીદાસપરામાં રહેતા જીવાભાઇ મૂળજીભાઈ ગોહેલ (60) નામના વૃદ્ધને ઘરે હતા ત્યારે ઈલેક્ટ્રીક શોટ લગતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હરીપાર્કમાં રહેતા રાજેન્દ્રભાઈ મનજીભાઈ નજીર (26) નામના યુવાનને માળિયા ફાટક નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી.