મોરબીમાં અનેક વખત દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ પાસા હેઠળ સુરતની જેલ હવાલે
મોરબીના અમરનગર પાસે ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એકનું મોત: ગુનો નોંધાયો
SHARE
મોરબીના અમરનગર ગામ પાસે ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજયું છે જેની મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના અમરનગર ગામ પાસે ટ્રેક્ટર અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં શક્તિનગર ગામે રહેતા સુરેશભાઇ બચુભાઈ ઘાટેલિયા (33) ટ્રેક્ટર નંબર જીજે 2 એજી 0614 લઈને જતાં હતા ત્યારે ટ્રક કન્ટેનરના નંબર જીજે 39 ટી 0644 વાળાએ ટ્રેક્ટરને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ટ્રેક્ટર ચાલકનું મોત નિપજ્યું હતું. જે બનાવમાં મૃતકના ભાઈ મહેશભાઇ બચુભાઈ ઘાટેલિયા જાતે કોળી રહે. રવાપર નદી વાળાએ ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેથી પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.
મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના સાપર ગામે રહેતા મોનિકાબેન નવઘણભાઈ હમીરપરા (24) નામની યુવતીને મોરબીના વીસીપરામાં આવેલ વાડી વિસ્તારમાં બહેનના ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં તેઓની પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે યુવતીને તેની બહેનના કાકાજીના દીકરા કિરીટભાઈ સાથે ઝઘડો થયો હતો જેમાં ઇજા કરતાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા.
ઈલેક્ટ્રીક શોર્ટ
મોરબીના વીસીપરામાં મીલ વાળી શેરીમાં રહેતા જીસાદભાઈ સલેમાનભાઇ ઑરા (65) નામના વૃદ્ધને મોરબીમાં જૂની આરટીઓ ઓફિસ પાસે ઈલેક્ટ્રીક કામ કરતા સમયે તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરીને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી