લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ


SHARE









મોરબીના જુદાજુદા ત્રણ ગામમાંથી ત્રણ યુવતી ગુમ: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘુટુ, જાંબુડીયા અને પ્રેમજીનગર ગામેથી જુદા જુદા ત્રણ પરિવારની દીકરીઓ અલગ અલગ સમયે ઘરેથી ગુમ થઈ ગયેલ છે તે બાબતે તેઓના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદી જુદી ગુમસુધા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા રસીલાબેન દિનેશભાઈ ચાવડા (45)એ તેઓની દીકરી ભૂમિકાબેન દિનેશભાઈ ચાવડા (19) ઘરે કશું કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવી છે જયારે મોરબીના મકનસર ગામ પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ બાબુભાઈ સોલંકી (67)એ તેઓના ભાઈની દીકરી હેતલ સુરેશભાઈ સોલંકી (22) ઘરે કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ હોય તે બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ આપેલ છે આવી જ રીતે મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ ચામુંડા સોસાયટીમાં રહેતા કાંતાબેન ખીમજીભાઇ ભંખોડીયા (50)એ તેઓની દીકરી સોનલબેન ખીમજીભાઇ ભંખોડીયા (19) નવા જાંબુડીયા ગામે ભાઈના ઘરે જવાનું કહીને ગુમ થઈ ગયેલ છે જેથી ત્રણેય બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુદીજુદી ગુમસુધા ફરિયાદ લઈને પોલીસે ગુમ થયેલ યુવતીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબીના સનાળા ગામે રહેતા રત્નદીપસિંહ મહાવીરસિંહ જાડેજા (41) નામનો યુવાન ગામોમાં બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા હતી જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનકનગર વિસ્તારમાં રહેતા કમલેશભાઈ ઈશ્વરભાઈ નામના વ્યક્તિ રાજકોટ હાઇવે રોડ ઉપર અજંતા કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય બાઇક સાથે અકસ્માત થયો હતો અને જે બનાવમાં ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી હતી.




Latest News