લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં


SHARE









મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ કાર ઉપર ટ્રક પલ્ટી મારી જતાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં

મોરબીના જૂની પીપળી ગામે રહેતો યુવાન પોતાની કાર લઈને ટ્રાફિકમાં મહેન્દ્રનગર ચોકડી પાસે ઊભો હતો દરમ્યાન ટ્રક ચાલક પોતાના ટ્રક કપચી ભરીને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે પોતાના વાહનને બ્રેક મારતા ટ્રક પલટી મારીને કાર ઉપર પડ્યો હતો જેથી કરીને કારના બોનેટમાં નુકસાન થયેલ છે જે બાબતે ભોગ બનેલા યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના જૂની પીપળી ગામે પોસ્ટ ઓફિસની પાછળના ભાગમાં રહેતા નીતિનભાઈ દેવજીભાઈ રાઠોડ (29)એ હાલમાં ટ્રક નંબર જીજે 12 એઝેડ 9609 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ટ્રાફિકમાં તેઓ પોતાની કાર નંબર જીજે 36 એલ 6158 ઉભી રાખીને ઉભા હતા દરમિયાન કાર ટ્રક ચાલક તેના વાહનમાં કપચી ભરીને જઈ રહ્યો હતો અને અચાનક તેણે પોતાના ટ્રકને બ્રેક મારી હતી જેથી ટ્રક કાર ઉપર પલટી મારી ગયો હતો અને ફરિયાદીની કારના બોનેટમાં અને કારમાં નુકસાન થયેલ હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મહિલા સારવારમાં

મોરબીના રંગપર ગામ નજીક રહેતા સુનીતાબેન (58) નામના મહિલા રંગપર ગામ નજીક આવેલા શાકમાર્કેટ પાસે રિક્ષામાંથી પડી ગયા હતા જેથી તેઓને ઇજા થવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબી જોન્સનગરમાં રહેતા સલીમભાઈ હાજીભાઈ મિયાણા (43) નામનો યુવાન જુના બસ સ્ટેશન પાસે સાયકલમાંથી પડી જતા ત્યારે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News