મોરબીના પીપળી રોડ ઉપર ડબલ સવારી બાઇક સ્લીપ થતા એક યુવાનનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબીમાં સંતો-મહંતો, સાંસદ, ધારાસભ્ય, માજી મંત્રી વિગેરેની હાજરીમાં સમરસ યુવા સંગઠન દ્વારા 65 દીકરીઓના સમૂહલગ્ન યોજાયા મોરબીના આમરણ નજીક બાઇક સ્લિપ થતાં ઉર્ષમાંથી પરત ફરતા સલાયાના બે યુવાનોના મોત મોરબીની મચ્છીપીઠ અને લીલાપર રોડ પર મારામારી : ઈજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા મોરબીના બરવાળા પાસે સગર્ભા પત્નીને માવતરે તેડવાં જતા યુવકને અકસ્માત નડ્યો : મોત મોરબીમાં ત્રણ બોટલ દારૂ સાથે બે અને હળવદમાં 11 બોટલ સાથે એક પકડાયો મોરબી જિલ્લામાં વિવિધ સરકારી વિભાગોને જમીન ફાળવણીના 38 હુકમો એનાયત બાહેંધરીનો ભંગ થતા કાર્યવાહી: મોરબીના ખાટકીવાસમાં 2 કતલખાના સીલ
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત 12 વ્યક્તિ જુગાર રમતા પકડાયા


SHARE







































મોરબીમાં જુગારની બે રેડ: ત્રણ મહિલા સહિત 12 વ્યક્તિ જુગાર રમતા પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં ઘરમાં અને પચ્ચીસ વારીયામાં જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ મહિલા સહિત કુલ મળીને 12 જુગારના મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આરોપીઓને રોકડ સાથે પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા કાનજીભાઈ ખટાણાના રેણાક મકાનની અંદર જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં ઘરની અંદર જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ઘરધણી કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણા (38) ઉપરાંત કાંતિલાલ ભગવાનજીભાઈ સાવરીયા (31) રહે. રાજપર, સુરેશભાઈ ગોવિંદભાઈ સાવરીયા (28) રહે. ટીંબડી, જયદીપભાઇ અણદાભાઈ આલ (25) રહે. લીલાપર રોડ સાત હનુમાન સોસાયટી મોરબી, અનિલભાઈ ભગવાનજીભાઈ પરમાર (23) રહે. ટીંબડી, જગદીશભાઈ મોતીભાઈ નૈયા (35) રહે.રંગપર, ચેતનાબેન નવીનભાઈ ગુર્જર (30) રહે. નવલખી રોડ લાયન્સનગર મોરબી, અંજલીબેન ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી (30) રહે. દરબારગઢ સંઘવી શેરી મોરબી અને મીનાબેન કાનજીભાઈ ખટાણા (40) રહે. ગાયત્રીનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ઘરની અંદર જુગાર રમતા મળી આવેલા ત્રણ મહિલા સહિતના નવ આરોપીઓ પાસેથી 40,120 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનોથી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જ્યારે જુગારની બીજી રેડ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયામાં કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા રાકેશભાઈ દિલીપભાઈ કોરડીયા (30), દિનેશભાઈ મોહનભાઈ રાઠોડ (32) અને કાસમભાઈ હુસેનભાઇ શેખ (38) રહે. બધા દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 2,460 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.














Latest News