મોરબી જીલ્લામાં ડેમ, તળાવ, નદી, કુવામાં કે સમુદ્રમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન થઈ શકશે નહીં: જાહેરનામું પ્રસિદ્ધ મોરબીમાં કલેકટરે ITI ની લીધી મુલાકાત: તાલીમ પદ્ધતિ-સુવિધાઓનું નિરીક્ષણ કર્યું મોરબીમાં યુવાનને સસ્તામાં કોપરનો ભંગાર દેવાનું કહીને 15.98 લાખની ઠગાઇના ગુનામાં 4 આરોપીની ધરપકડ: 10.50 લાખની રિકવરી મોરબીના યુવાન સાથે શેર બજારમાં રોકાણના નામે 86.25 લાખની ઠગાઇના ગુનામાં મહેસાણા જિલ્લાના 3 શખ્સની ધરપકડ મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોર ઉપાડીને 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની ચોરીના ગુનામાં પકડાયેલ પિતા-પુત્ર જેલ હવાલે મોરબીમાં મચ્છુ-3 ડેમનો 1 દરવાજો ખોલ્યો મોરબીના મકનસર ગામ પાસેથી શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ ઝડપાયો ટંકારાના નેકનામ ગામે પતિને અન્ય છોકરી સાથે આડા સબંધ રાખવાની ના કહેતી પરિણીતાએ દુ:ખત્રાસથી કંટાળીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ


SHARE





મોરબીના ધારાસભ્ય શહેર યાત્રા કરી લોકોની મુશ્કેલી સમજે અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે: કોંગ્રેસ

મોરબી  શહેરની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ છે. અને શહેરમાં જ્યા જુઓ ત્યા ઉભરાતી ગટરનાના ગંદા પાણી, શેરી ગલીમાં અંઘકાર, બિસ્માર રોડ રસ્તા, ખાડા, મેઈન રોડ ઉપર વરસાદી પાણી વિગેરે અનેક સમસ્યા છે ત્યારે મોરબીના ધારાસભ્યએ શહેરની યાત્રા કરીને લોકોની મુશ્કેલી સમજવી જોઈએ અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરવું જોઈએ તેવી સલાહ કોંગ્રેસે આપેલ છે.

મોરબી નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. અને મોરબીના ધારાસભ્ય બેક સીટ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અને હાલમાં મોરબી નર્કાગાર જેવુ થઈ ગયેલ છે ત્યારે અવાર નવાર સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ધારાસભ્ય વિડિયો જાહેર કરી લોકોને ગુમરાહ કરે છે તેના બદલે ઘારસભ્યએ લોકોની સમસ્યા ઉકેલવા અને સાંભળવા લોકોની વચ્ચે જવાની જરૂર છે. તો ખ્યાલ આવશે કે લોકો તમારા રાજમાં પ્રજા કેટલા હેરાન છે. અને મોરબીમાં વર્ષોથી ધારાસભ્ય તરીકે હોવા છતાં મોરબી શહેરની સમસ્યા ઉકેલવા માટે કોઈ નક્કર  કામગીરી કરી હોવ તેવું દેખાતું નથી.

મોરબીમાં જે રોડ રસ્તા બને છે તે નબળી ગુણવતાના બને છે અને રોડ રસ્તા ખોદિ કામ ધીમી ગતિએ ચાલે છે જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સમય મર્યાદામાં કોઈ કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. મોરબી શહેરની મોટા ભાગની ભૂગર્ભ ગટરની કુંડી તૂટી ગયેલ છે જેના કારણે મોરબી શહેરમાં ચારે બાજુ ગટર ઉભરાય છે. જેથી પહેલા તૂટી ગયેલ કુંડી રિપેર કરાવવાની જરૂર છે અને તેવું મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે.




Latest News