ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ
Breaking news
Morbi Today

મોરબીમાં SMC ની રેડ બાદ ચાલી રહેલ તપાસમાં પકડાયેલા ત્રણ બુટલેગરના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: લોકલ બુટલેગરોની શોધખોળ


SHARE













મોરબીમાં SMC ની રેડ બાદ ચાલી રહેલ તપાસમાં પકડાયેલા ત્રણ બુટલેગરના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે: લોકલ બુટલેગરોની શોધખોળ

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનમાંથી એસએમસીની ટીમે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 1.51 કરોડ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો. જે ગુનામાં છેલ્લે પકડવામાં આવેલ કુખ્યાત બુટલેગર સહિતના ત્રણ આરોપીના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે અને કેટલાક લોકલ બુટલેગરના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ નામના શખ્સે ભાગીદારીમાં દારૂનો ધંધો કરતો હતો. ત્યાં એસએમસીની ટીમે ગત માર્ચ માહિનામાં રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી સહિતના કુલ 10 આરોપીઓને પકડવામાં આવ્યા હતા. આ ગુનામાં ક્રમશઃ પોલીસે આજ દિવસ સુધીમાં કુલ મળીને 22 આરોપીઓની ધરપકડ કરેલ છે આ ગુનામાં છેલ્લે કુખ્યાત બુટલેગર દિવ્યરાજસિંહ ઉર્ફે લક્કી નરેન્દ્રસિંહ રાઠોડ, રવિન્દ્ર ઉર્ફે રવિ નટુભાઇ વિડજા તેમજ પ્રવિણસિંહ અચુભા સોઢાના રિમાન્ડ પૂરા થતાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે. અને આ આરોપીઓની પૂછપરછ દરમ્યાન મોરબી સહિત ત્રણ જીલ્લામાં જે દારૂની નેટવર્ક ચાલી રહ્યું હતું તેમાં સંડોવાયેલા લોકલ બુટલેગરોના નામ સામે આવ્યા છે જેથી કરીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News