મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ પ્રેમિકા સહિતના છ આરોપી જેલ હવાલે


SHARE









મોરબીમાં યુવાનને મરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ પ્રેમિકા સહિતના છ આરોપી જેલ હવાલે

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેની પાસેથી સ્યૂસાઇટ નોટ પણ મળી આવી હતી જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે આ ગુનામાં મૃતકની પ્રેમિકા સહિત કુલ મળીને ત્રણ મહિલા સહિત છ આરોપીઓને પકડાયા હતા જે તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને પકડાયેલ શખ્સ પૈકીનાં જ એક આરોપીએ પોલીસ તરીકેની ઓળખ આપી હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેમાં મૃતક યુવાને લખ્યું હતું કે, આ મારીયાએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. જેથી કરીને પોલીસે મૃતકના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફારીયાદ લીધી હતી અને આ ગુનામાં મૃતક યુવાનની પ્રેમિકા આરોપી મારીયાબેન ઉર્ફે લાઇમોનપોઇ તેમજ લાલબીઆકન્ની ઉર્ફે બોયતેન લાલકિંગકીમા, બાળકીમી ઉર્ફે એન્જલ લાતરામ જાટ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ, પ્રદીપ બબલુ પોસે અને વિશાલ બચુભાઈ બોરીચાની ધરપકડ કરી હતી. જે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને વધુમાં પોલીસ પાસેથી મળી રહેલ માહિતી મુજબ જે આરોપીઓને પકડવામાં આવેલ છે તે પૈકીનાં જ એક શખ્સે મૃતક યુવાનને પોલીસ તરીકે ઓળખ આપી હતી. તેવું તપાસમાં સામે આવ્યું છે.




Latest News