મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં તાજીયા દરમિયાન ધમાલ લેતા સમયે ઇજા પામેલ બે યુવાન સારવારમાં


SHARE







મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં તાજીયા દરમિયાન ધમાલ લેતા સમયે ઇજા પામેલ બે યુવાન સારવારમાં

આજે મોહરમનો તહેવાર છે તેના આગલા દિવસે તાજીયા વિવિધ વિસ્તારોમાં ફરતા હોય છે.દરમિયાનમાં મોરબીના બે જુદાજુદા વિસ્તારોમાં તાજીયા દરમિયાન લેવામાં આવતી ધમાલમાં ઈજા પામેલા બે યુવાનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ઝિંઝુડા ગામે મોહરમ દરમ્યાન ધમાલ લેતા સમયના પેટમાં છરી લાગી જવાથી માળીયા મીંયાણાના રહેવાસી ફિરોજ ઉસ્માનભાઈ મોવર નામના 29 વર્ષના યુવાનને અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા ઇમામશા ભીખુશા શામદાર ફકીર નામનો 24 વર્ષનો યુવાન મોરબીના કાંતિનગર પાસે આવેલ વસુંધરા હોટલ પાસે તાજીયામાં ધમાલ લેતો હતો ત્યારે તેને ઇજા થવાથી સારવાર માટે શહેરના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે બનાવ અંગે હોસ્પિટલમાંથી યાદી આવતાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મકાનમાં આગ ચાપવા બાબતે બે મહિલાઓની ધરપકડ

મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લગાવીને નુકસાની કરવામાં આવી હતી.જે બાબતે ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી.જે પૈકીના બે યુવાનોની અગાઉ ધરપકડ કરવામાં આવેલ અને હાલમાં સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવા દ્વારા આ કેસની અંદર બે મહિલાઓની ધરપકડ કરવામાં આવેલ છે.તેમ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વાંકાનેર ખાતે સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તેમાં આરોપી તરીકે જે યુવાન હતો તેને પકડી લેવામાં આવે છે અને દરમિયાનમાં ભોગ બનેલ સગીરાના બે ભાઈ, માતા સહિતનાઓએ મોરબી ખાતે આરોપીના મકાનમાં આગ ચાપી હતી.જે બનાવમાં અગાઉ સગીરાના બે ભાઈઓની અને હાલ સગીરાની માતા સહિત બે મહિલાઓની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના અદેપર ગામે રહેતા રસિકભાઈ ઝિંઝુવાડીયા નામના 44 વર્ષના યુવાનને મોડી રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં શહેરની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અદેપરથી વાંકાનેરના પંચાસીયા ગામ જતા રસ્તેથી રસિકભાઈ બાઇક લઈને જતા હતા.ત્યારે ત્યાં રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જેથી ઇજા પામતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જેથી આ બનાવ અંગે તાલુકા પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News