મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો હળવદમાં ગાળો બોલવાની ના પડતાં યુવાનને તલવાર બતાવીને મારી નાખવાની ધમકી મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ


SHARE













મોરબીમાં મંજૂરથી વધુ ગેસના બાટલા રાખીને વેચાણ કરતાં ત્રણ વેપારીઓની દુકાન સીલ

મોરબીમાં પુરવઠા વિભાગ દ્વારા પરબજાર વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ કરતાં ત્રણ વેપારીઓને ત્યાં ચેકિંગ કર્યું હતું ત્યારે ગેસના બટલાનું છુટક વેચાણ કરતાં વેપારીઓ પાસે મંજૂર હતી તેનાથી વધુ બાટલા રાખીને વેચાણ કરતાં હોવાનું સામે આવ્યું હતું જેથી ત્રણેય વેપારીઓની દુકાનોને સીલ કરી દેવામાં આવી છે.

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં ગેસના બાટલાનું વેચાણ વેપારીઓ દ્વારા કરવામાં આવે છે ત્યારે મોરબીના પરાબજાર વિસ્તાર કે જ્યાં સતત ટ્રાફિક રહે છે તે વિસ્તારમાં ગેસના બાટલા વેંચતા વેપારીઓ દ્વારા દુકાનમાં મંજૂરી કરતાં વધુ બાટલા રાખવામા આવતા હતા જેની જાણ પુરવઠા વિભાગને થઈ હતી. જેથી કરીને પરા બજારમાં આવેલ રાજ ટ્રેડર્સબુરહાની ટ્રેડર્સ અને દેવચંદ વશરામ એન્ડ સન્સ નામની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મંજૂરી કરતાં વધુ ગેસના બાટલા મળી આવ્યા હતા જેથી કરીને પુરવઠા વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને ત્રણેય દુકાનને સીલ કરી દેવામાં આવી છે.

વધુમાં આ વિષે પુરવઠા વિભાગના અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, મંજૂરી કરતાં વધારે ગેસના બાટલા રાખીને ત્રણેય દુકાનોમાં વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી મળેલ હતી જેથી પાલિકાના ફાયર વિભાગની ટીમને સાથે રાખીને ચેક કર્યું હતું ત્યારે છુટક વેચાણ માટે 100 કિલો ગ્રામનો જથ્થો રાખવાની મંજૂરી હોય છે. પરંતુ આ ત્રણેય વેપારીઓ પાસે વધુ જથ્થો હોવાનું સામે આવ્યું હતું અને આ વેપારીઓ દ્વારા કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો પૂરતા પ્રમાણમાં રાખવામા આવ્યા ન હતા. જેથી ત્રણેય દુકાનને સીલ કરવામાં આવેલ છે.






Latest News