મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કારોબારીમાં 26 જેટલા પ્રશ્નો રજૂ કરાયા: મહાસંઘની મહા આંદોલનની ચીમકી


SHARE









મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કારોબારીમાં 26 જેટલા પ્રશ્નો રજૂ કરાયા: મહાસંઘની મહા આંદોલનની ચીમકી

અમદાવાદના ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળા, બાળક અને શિક્ષકોના હિત માટેના પ્રશ્નો લેવામાં આવેલ છે અને મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા રાજ્ય કારોબારીમાં 26 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે જેમાં જૂની પેંશન યોજના પુન: પ્રસ્થાપિત નહિ થાય તો 16 ઓગસ્ટ 24 ના રોજ મહા આંદોલન કરવાની મહાસંઘ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્ય કારોબારીની બેઠકમાં જે પ્રશ્નો રજૂ કરવામાં આવેલ છે તેમાં શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેંશન યોજના લાગુ કરવા અંગે અને વર્ષ 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા માટેના સરકાર સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવા, HTAT મુખ્ય શિક્ષકોના બદલી અંગેનો ઠરાવ સત્વરે બહાર પાડવો, ભરતી પહેલા તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા, 31 જુલાઈ નાં સેટ અપ બાદ ત્વરિત ઓગસ્ટમાં કેમ્પો કરવા બાબત, ભારત નેટ કનેક્શન જે શાળાઓમાં આપેલ છે ત્યાં નેટ કનેક્શન બરાબર ચાલતું ન હોય ઓનલાઈન કામગીરીમાં ખુબજ વિક્ષેપ પડે છે, જે શાળાઓમાં ભારત નેટની સુવિધાઓ આપેલ નથી એ શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવવી, આધાર ડાયસ અને U DISE+ બંને મર્જ કરવા તેમજ બંને પોર્ટલમાંથી બિનજરૂરી માહિતી દૂર કરવી તેમજ દર વર્ષે  દરેક વિદ્યાર્થીઓની 55 પ્રકારની માહિતી ફરીથી અપલોડ કરવી પડે છે. એના બદલે માત્ર હાજરીના દિવસો અને ટકા જ અપલોડ કરવાથી માહિતી અપડેટ થઈ જવી જોઈએ જેથી ઓનલાઈન માહિતી અપલોડ કરવાનું ભારણ ઘટાડવા બાબત, ડીઝીટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરવામાં સરળતા કરવા સહિતના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, સંદીપભાઈ અદ્રોજા, રશનભાઈ ડોડીયા, હિતેશભાઈ પાંચોટિયા, અશોકભાઈ સતાસીયા, રોહિતભાઈ ચીકાણી સહિતના હાજર રહ્યા હતા.




Latest News