મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાએ વધુ પડતી તાવ-કેલ્શિયમની ટીકડીઓ પી લેતા સારવારમાં


SHARE













મોરબીમાં મહિલાએ વધુ પડતી તાવ-કેલ્શિયમની ટીકડીઓ પી લેતા સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતી અને મજૂર કામ કરતી મહિલા કોઈ કારણોસર તાવ અને કેલ્શિયમની વધુ પડતી ટીકડીઓ ખાઈ ગઈ હતી. જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવેલી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપર આવેલ એડોર સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતાં સોનિયાબેન રાધેક્રિષ્ના પાંડે (26) નામની મહિલાએ કોઈ કારણોસર તાવ અને કેલ્શિયમની વધુ પડતી ગોળીઓ ખાઈ લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

ટંકારા તાલુકાના ઘૂનડા ગામે રહેતા રાજાભાઈ કરમણભાઈ (68) નામના વૃદ્ધ મોરબીના જોધપર નદી ગામ પાસે ડેમ નજીકથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઇ હતી જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News