મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનારા શખ્સને પકડીને પોલીસે કાર્યવાહી કરી


SHARE









મોરબીમાં ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનારા શખ્સને પકડીને પોલીસે કાર્યવાહી કરી

મોરબીમાં સોની બજાર પાસે આવેલ ગામોટ શેરીમાં રજડતા ખુટીયા ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તેને થાપાના ભાગે ઇજા થયેલ હતી જે બનાવ સંદર્ભે ગૌરક્ષક દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ રંજા જાતે બોરીચા (29)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં સોની બજાર ગામોટ શેરી પાસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધારદાર હથિયાર વડે રજડતા ખુટીયાને થાપાના ભાગે ગંભીર ઈજા કરવામાં આવી છે જેથી કરીને ગૌરક્ષક દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પી.એસ.આઇ. સી.એમ. કરકર અને તેની ટીમે ઇમ્તિયાઝ હમીદભાઈ નાગોરી સિપાહી (28) હાલ રહે. હસનપર ફાટક પાસે વાંકાનેર મૂળ રહે. મોરબી વાળાને પકડીને તેની પાસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ફીનાઇલ પી લીધું

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા દીપક બચુભાઈ પરમાર (45) નામના યુવાને માળિયા ફાટક નજીક કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી




Latest News